GSTV

મારી સાથે કામ કરતી તમામ હિરોઈનો વિતાવે છે ‘ગાલા ટાઇમ’, એડલ્ટ ફિલ્મ ચાલું કરી નગ્ન થનાર ડિરેક્ટરે હિરોઈનને….

અભિનેત્રી પાયલ ઘોષે દાવો કર્યો છે કે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે એક વખત તેની સાથે છેડતીનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે તે તેની સામે નગ્ન બની ગયો છે અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મને પ્રપોઝ કર્યું હતું. અભિનેત્રીએ 2014 ની ઘટના વિશે ખુલાસો કર્યો હતો. પાયલે કહ્યું, “પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપે 2014માં મારી છેડતી કરી હતી. ડિરેક્ટરે મને કહ્યું હતું કે તેની સાથે કામ કરતી છોકરીઓ તેની સાથે ‘ગાલા ટાઇમ’ વિતાવે છે.”

આ લોકો પોતાની પોઝિશનનો ઉઠાવે છે ખોટો ફાયદો

આટલા લાંબા સમય સુધી મૌન તોડવા પર પાયલે કહ્યું કે, “હું આ વિશે ઘણી વાર બોલવા માંગતી હતી પરંતુ મારા પરિવાર અને નજીકના મિત્રોએ મને કહ્યું કે ચૂપ રહેવું જેથી ભવિષ્યમાં મને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. પણ આપણે આવા લોકો વિશે વાત કરવી જોઈએ  કારણ કે આ લોકો પોતાની પોઝિશનનો ખોટો ફાયદો ઉઠાવે છે.

હું તેમને યારી રોડ સ્થિત તેમની ઓફિસ પર મળવા ગઈ હતી

પાયલે ઘટનાને યાદ કરતાં કહ્યું, “હું તેમને યારી રોડ સ્થિત તેમની ઓફિસ પર મળવા ગઈ હતી. તે કોઈ બીજા સાથે વાત કરી રહ્યો હોવાથી તે પાછી આવી રહી હતી. બીજા જ દિવસે તેમણે મને ફરી બોલાવી અને કહ્યું કે કપડાં ગ્લેમરસ ન પહેરું જેથી તે અભિનેત્રી જેવી લાગે. હું તેમને મળવા માટે સાડી પહેરીને ગઈ હતી. તેમણે મારા માટે ભોજન બનાવ્યું અને મારી ખાવાની પ્લેટ પણ ઉઠાવી હતી.  ત્યારબાદ હુ ત્યાંથી પાછી આવી ગઈ હતી. તેમણે મને ફરી ફોન કરીને મળવા માટે બોલાવી તો ઘણું મોડુ થઈ જતાં હું ગઈ ન હતી. આ સમયે તેમણે મને તેની સાથે કોન રહે છે એ અંગે પૂછપરછ કરી હતી.

મારી પત્ની અમેરિકા ગઈ, તે મારી સાથે ગુસ્સે છે

પાયલે કહ્યું કે બે કે ત્રણ દિવસ પછી તે ફરી કશ્યપને મળી અને પછી આ ઘટના બની હતી. પાયલ ઘોષે આપબીતીમાં જણાવ્યું છે કે હું ત્યાં પહોંચી ત્યારે અનુરાગ કશ્યપ ધૂમ્રપાન કરતો હતો.  થોડી વાર પછી તે મને બીજા રૂમમાં લઈ ગયો. ત્યાં તેની પત્ની કલ્કી કોચેલિનના ઘણા પગરખાં હતાં, તેણે મને બતાવ્યાં હતાં, જેને કહ્યું હતું કે “મારી પત્ની અમેરિકા ગઈ છે. તે મારી સાથે ગુસ્સે છે.”

અચાનક મારી સામે નગ્ન થઈ ગયો અને મને મારા કપડા ઉતારવા કહ્યું

પાયલે કહ્યું, “અનુરાગ તે સમયે બોમ્બે વેલ્વેટ પર કામ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, છોકરીઓ રણબીર કપૂર સાથે માત્ર એક જ ફિલ્મ કરવા માટે તેની સાથે સૂવા માટે તૈયાર હતી. ત્યારબાદ અનુરાગે એડલ્ટ ફિલ્મ જોવાની શરૂઆત કરી હતી. મને તે સમયે ડર લાગ્યો. તે પછી તે અચાનક મારી સામે નગ્ન થઈ ગયો અને મને મારા કપડા ઉતારવા કહ્યું. મેં કહ્યું, ‘સર, હું કમ્પફર્ટેબલ નથી’. “

ફક્ત એક જ કોલ પર મારી પાસે સૂવા આવવા માટે તૈયાર

તેમણે આગળ કહ્યું, ” મેં જે અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે તે ફક્ત એક જ કોલ પર મારી પાસે સૂવા આવવા માટે તૈયાર છે. પછી મેં ફરીથી કહ્યું કે હું આરામદાયક નથી અને હું બીમાર છું. કોઈક રીતે હું ત્યાંથી ભાગી આવી. ત્યાર બાદ હું તેમની સાથે કદી મળી નથી. તેમણે મને ઘણી વાર તેમની સાથે મળવાનું કહ્યું.  હું આજની તારીખ સુધી તે ઘટના ભૂલી નથી અને તે મને ખૂબ પરેશાન કરે છે. ”  જણાવી દઈએ કે અનુરાગ અને કલ્કીના લગ્ન વર્ષ 2011 થી 2015 સુધી ચાલ્યા હતા. 2013 માં તેમના છૂટાછેડાની ઘોષણા કર્યા બાદ 2015માં તેમના છૂટાછેડા થયા હતા.

ઉદ્યોગના ઘણા લોકો મને મોઢું બંધ રાખવા કહેતા રહ્યા

પાયલે કહ્યું, “મારે શું કરવું તે સમજાતું નથી. મારા મિત્રોએ પોલીસમાં ફરિયાદ કરવા કહ્યું પણ હું નહોતી જઈ શકી. બાદમાં મીટુ અભિયાન શરૂ થયા પછી પણ મારા પરિવાર, મેનેજર સહિતના ઉદ્યોગના ઘણા લોકો મને મોઢું બંધ રાખવા કહેતા રહ્યા. કહ્યું કારણ કે તે મારી કારકિર્દીને બગાડે છે. પરંતુ તેના પર બોલવું મહત્વપૂર્ણ છે. ”  પાયલ ઘોષે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં આવેલી તેલુગુ ફિલ્મ ‘પ્રીણમ’ થી કરી હતી અને ત્યારબાદ 2011 ની કન્નડ ફિલ્મ ‘વર્ષાધરે’માં દેખાઇ હતી. તેણે સીન બીન અભિનીત 2008 ની બ્રિટીશ ટીવી ફિલ્મ શાર્પ્સ પેરિલમાં પણ ભૂમિકા ભજવી હતી. બોલીવુડમાં, તેણે ફક્ત એક જ ફિલ્મ ‘પટેલની પંજાબી શાદી’ કરી છે, જેમાં ઋષિ કપૂર, પરેશ રાવલ, વીરદાસ, પ્રેમ ચોપડા અને શિલ્પા શિંદે જોવા મળી હતી.

READ ALSO

Related posts

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana

ઈતિહાસમાં પ્રથમવાર તાનારીરી મહોત્સવ પર લાગશે બ્રેક, સીએમ અને ડે. સીએમ રહેવાના હતા હાજર

Nilesh Jethva

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!