GSTV

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

જ્વેલરી

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઇ ચુકી છે. સોનુ ખરીદવા માટે લોકો આખુ વર્ષ રાહ જુએ છે દિવાળી અને ધનતેરસની. આ વખતે પણ મોટા પાયે લોકો ગોલ્ડ જ્વેલરી ખરીદવાની તૈયારી કરી રહ્યાં હશે. ખાસ કરીને મહિલાઓ તહેવારોમાં જ્વેલરી જરૂર ખરીદે છે, તે તેને રોકાણ અને લક્ષ્મીના આગમન રૂપે જુએ છે.

જો તમે પણ આ ફેસ્ટિવ સીઝનમાં જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો ખરીદતી વખતે કેટલીક વાતોનું જરૂર ધ્યાન રાખો. જેથી તમે સાચી કિંમતે શુદ્ધ સોનાની જ્વેલરી ખરીદી શકો અને જ્વેલર્સ તમને ગેરમાર્ગે ના દોરી શકે. જો તમે ઑનલાઇન જ્વેલરી ખરીદો તો આ પ્રકારની સમસ્યા ઓછી આવે છે. પરંતુ જ્વેલરી શૉપમાં જઇને ખરીદશો તો જરૂર સતર્ક રહો.

જ્વેલરી ખરીદતી વખતે રાખો આ વાતનું ધ્યાન

હકીકકમતાં સોનાના ભાવ બજારમાં જ્વેલરીના વજન અને કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે. પરંતુ જ્યારે તમે જ્વેલર્સ પાસેથી સોનુ ખરીદો છો તો તે ધ્યાનમાં રાખો કે તેણે બિલમાં કયા-કયા ચાર્જ જોડ્યા છે. મોટાભાગે જ્વેલર્સ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે બિલમાં અનેક પ્રકારના ચાર્જ જોડી દે છે અને ગ્રાહક જાણકારીના અભાવે કઇ કહી નથી શકતાં.

કેન્દ્ર સરકાર અનુસાર જ્વેલરી ખરીદતી વખતે ગ્રાહકોએ ફક્ત 3 વસ્તુની ચુકવણી કરવાની છે. પહેલુ સોનાની જ્વેલરીના વજન પ્રમાણે કિંમત, બીજુ મેકિંગ ચાર્જ અને ત્રીજુ જીએસટી (3 ટકા) ચુકવવા પડે છે. જ્વેલરીની ચુકવણી તમે ઓનલાઇન કરો કે ઑફલાઇન, તેના પર તમારે 3 ટકા જીએસટી ચુકવવો પડે છે.

જ્વેલર્સ બિલમાં આ ચાર્જીસ પણ જોડે છે

આ ઉપરાંત જ્વેલર્સ કોઇપણ પ્રકારના ચાર્જ લે તો તમે તેને સવાલ કરી શકો છો. કારણ કે કેટલાક જ્વેલર્સ પોલીસ વેટ અથવા તો લેબર ચાર્જના નામે અલગ રૂપિયા વસૂલે છે. જે અયોગ્ય છે. તમે તેની ચુકવણી ન કરો અને જ્વેલર્સ વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો.

જણાવી દઇએ કે જ્વેલરી 24 કેરેટ સોનાની નથી બનતી. માર્કેટમાં ઉપલબ્ધ મોટાભાગની જ્વેલરી 22 કેરેટ અને 18 કેરેટની હોય છે. તેથી ખરીદતી વખતે તે વાતનું જરૂર ધ્યાન રાખો કે તે દિવસે સરાફા બજારમાં સોનાનો શુ ભાવ છે. જેથી તમે સાચા રેટ પર જ્વેલરી ખરીદી શકો.

જ્વેલરી

મેકિંગ ચાર્જને લઇને ભાવ-તાલ

સૌથી મહત્વની વાત એ છે કે જ્વેલરીના મેકિંગ ચાર્જને લઇને ભાવ-તાલ જરૂર કરો. મોટાભાગના જ્વેલર ભાવ-તાલ બાદ મેકિંગ ચાર્જ ઓછો કરી દે છે. કારણ કે જ્વેલરી પર 30 ટકા સુધી મેકિંગ ચાર્જ લેવામાં આવે છે. જ્વેલર્સને સૌથી વધુ ફાયદો મેકિંગ ચાર્જથી જ થાય છે.

હંમેશા ઓરિજિનલ બિલ લો. જેથી ભવિષ્યમાં જ્યારે તમે તે જ્વેલરીને ક્યાંક વેચો તો તેની પ્યોરિટી અને વજનને લઇને કોઇ સમસ્યા ન આવે. જ્યાં સુધી શુદ્ધતાની વાત છે તો ફક્ત હોલમાર્ક વાળી જ્વેલરી જ ખરીદો. હોલમાર્ક પર પાંચ અંક હોય છે. તમામ કેરેટનો હોલમાર્ક અલગ હોય છે. એટલે કે 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલુ હોય છે. તેનાથી શુદ્ધતામાં શંકા નથી રહેતી.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!