GSTV

કામની વાત : 10 લાખ સુધીની આવક પર માત્ર 1000 રૂપિયા પેનલ્ટી, મોડેથી ITR ભરીને પણ બચાવી શકો છો 4 હજાર રૂપિયા

Last Updated on January 5, 2022 by Pritesh Mehta

જો તમે નાણાકીય વર્ષ 2021-22 માટે પોતાનું ઈન્ક્મ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવામાં મોડું કરી ચુક્યા છો તો હવે તમારે 31 ડિસેમ્બર 2021 પછી લેટ ફીની ચિંતા સતાવી રહી હશે. પરંતુ જણાવી દઈએ કે જો તમારી આવક 10 લાખ રૂપિયા પણ છે તો માત્ર 100 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. જાણો કેવી રીતે…

ઇન્કમ ટેક્સ ITR

શું કહે છે આયકર કાયદો?

સૌથી પહેલા તો એ જાણી લો કે આવકવેરા કાયદાની કલમ-234F મુજબ, જો આવકવેરા ભરનારની કુલ આવક 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે, તો 31 ડિસેમ્બર 2021 પછી, તેને આયકર રિટર્ન ફાઈલ કરવા પર 1,000 રૂપિયા અને વધુ જો તેનાથી વધુની આવક હશે તો 5000 રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે. પરંતુ, હવે તમે એમ વિચારી રહ્યા હશો કે 10 લાખની અવાક પર લેટ ફી 1000 રૂપિયા કેવી રીતે લાગશે?

કરપાત્ર આવક પર લાગશે લેટ ફી

આયકર કાયદા મુજબ લેટ ફીની ગણતરી કરદાતાની કરપાત્ર આવક પર કરવામાં આવે છે. સીએ પ્રભાકર ગુપ્તાના જણાવ્યા મુજબ આયકર રિટર્ન ફાઈલ કરવા માટે કર પાત્ર આવકને જ માન્ય ગણવામાં આવે છે. એવામાં જો કોઈ કરદાતા આયકર કાયદાઓ હેઠળ મળતી છૂટછાટનો લાભ લે છે તો તેની આવકમાંથી તેને ઘટાડીને જ કરપાત્ર આવકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં હોમલોન પર આપવામાં આવતા વ્યાજ પર છૂટ, બચત પર છૂટ, વીમા પર છૂટ, NPSમાં રોકાણ પર છૂટ, આરોગ્ય વીમા પર છૂટ જેવી અનેક જોગવાઈઓ સામેલ છે. આયકર કાયદામાં ચેપટરVIમાં છુટની અનેક કલમો જેવી કે 80(D), 80(DD), 80(E), 80(EEA)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવામાં 10 લાખ રૂપિયાથી વધુની આવક પર પણ ઓછી લેટ ફી આપવી પડી શકે છે.

10 લાખની આવક પર 1000 લેટ ફી

હવે જાણીએ કે 10 લાખ રૂપિયાની આવક પર પણ 1000 રૂપિયા લેટ ફી કેવી રીતે લાગશે. તો આયકર કાયદાની કલમ24 હેઠળ મકાન માલિક હોમ લોન પર આપવામાં આવતી વધુમાં વધી 2 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર આયકર છૂટ મેળવી શકે છે. આ ઉપરાંત, કલમ 80(C) હેઠળ કરદાતાને 1,50,000 લાખ રૂપિયાથી વધુની બચત પર ઓછી છૂટ મળે છે. તો NPSમાં 50,000 રૂપિયા સુધીના રોકાણ પર અલગથી ટેક્સમાં છૂટછાટ મળે છે તો કલમ 80(D) હેઠળ કરદાતા મેડિકલ ઇન્સ્યોરન્સ માટે વધુમાં વધુ 1 લાખ રૂપિયા પર કરમાં છૂટછાટ મેળવી શકે છે.

આ રીતે 10 લાખ રૂપિયાની આવક વાળા કરદાતાની ટેક્સેબલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી રહી જાય છે. તો, તેના પર લેટ ફી પણ 1000 રૂપિયા જ લાગશે. ઉપરાંત આ મુદ્દે વધુ જાણકારી માટે પોતાના સલાહકાર સાથે વાત કરવી વધુ યોગ્ય રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!