GSTV
Home » News » આજથી S.T. તંત્રની અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ: હજારો મુસાફરો થશે હેરાન

આજથી S.T. તંત્રની અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ: હજારો મુસાફરો થશે હેરાન

રાજ્યની ભાજપ સરકાર દ્વારા એસ.ટી. તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓના  જુદા જુદા પ્રશ્ને અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં  આજ સુધી પ્રશ્નો નહી ઉકેલાતા ગઈકાલથી રાજ્યના તમામ એસટી ડિવિઝનોમાં ધરણાં અને દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં અલબત મોડે સુધી સરકારનું વલણ સાનુકુળ નહી રહેતા આજે મધરાતથી રાજ્યની અંદાજે ૧૬ હજાર એસટી બસના પૈડા થંભી જશે.

ગુજરાત એસટીના પૈડા આજે થંભી શકે છે. એસ ટી નિગમના યુનિયન દ્વારા આજ મધરાતથી માસ સીએલ પર જવાની ચીમકી આપી છે. મજુર મહાજન,ઇન્ટુક, અને બીએમએસ ત્રણેય સંગઠનો દ્વારા સાતમું પગાર પંચ, નિગમમાં પટાવાળા તેમજ વોચમેનની ભરતી થતી નથી. તેવા અનેક મુદ્દાઓને લઇ રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ અત્યાર સુધી કોઇ નિરાકરણ ન આવતા તમામ કર્મચારીઓ બે દિવસ ધરણા પર ઉતર્યા હતા હવે તેઓ આજ મધરાતથી માસ સીએલ પર જઇ રહ્યા છે.

ગુજરાત રાજ્ય  એસ.ટી. કર્મચારી સંકલન સમિતિના વડપણ હેઠળ રાજ્યના એસટી કર્મીઓને ૭મા પગારપંચનો લાભ આપવા, આશ્રિત ઉમેદવારોને નોકરી  આપવા વિના કારણ કરવામાં આવેલી બદલીઓ બંધ કરવા, ખાનગી કરણ અટકાવવા સહિતના મુદ્દે  હડતાલનું એલાન આપવામાં આવ્યા પછી સરકારે મચક નહી આપતા તા.૨૧થી અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ થશે તેથી તા.૨૦ના મધ્યરાત્રિનાં ૧૨ વાગ્યાથી રાજ્ય ભરની એસટી બસોના પૈડા થંભી જશે. સંકલન સમિતિના અગ્રણી વી.આર. વાછાણીએ જણાવ્યું હતું કે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ પ્રત્યે તાનાશાહ જેવું વર્તન કરી રહ્યાં છે. 

અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં એક  પણ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી. તેથી ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલ શરૂ થશે જેમાં એસટી નિગમના તમામ ડ્રાીવર, કંડકટર, મીકેનીક, વહીવટી કર્મીઓ સહિતનો સ્ટાફ જોડાશે. આજ સુધીમાં એસટી નિગમના ૩૪૪૮૦ કર્મચારીઓએ તા.૨૧થી શરૂ થસે હડતાલ સંદર્ભે માસ સી.એલ.ના રિપોર્ટ આપી દીધા છે. 

અંદાજે ૯૦ ટકાથી વધુ સ્ટાફ એસટીની રાજ્ય વ્યાપી હડતાલમાં સામેલ થશે. આ હડતાલને લીધે તમામ એસ.ટી. બસો બંધ થઈ જતાં સામાન્ય વર્ગના લોકોએ ભારે મુશ્કેલી ભોગવી પડશે. કલાકો સુધી એસટી  બસ નહી મળે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એસ.ટી. ડિવિઝનના અધિકારીઓ પણ હેડકવાર્ટરમાંથી સુચના નહી મળતા વૈકલ્પિક પરીવહન વ્યવસ્થા અંગે વિમાસણમાં મુકાયા હતાં.

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar