GSTV
Bollywood Entertainment Trending

Bigg Boss 14 : ભૂતપૂર્વ બોયફ્રેન્ડ વિશે પવિત્રા પૂનિયાએ કહી આ આકરી વાત

બિગ બોસ 14ની સ્પર્ધક અને એક્ટ્રેસ પવિત્રા પૂનિયા વિશે એમ લાગે છે કે તે પોતાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પારસ છાબરાને જોવાનું પણ પસંદ કરતી નથી. તે તેને જોવા પણ માગતી નથી. બંને 2018માં થોડા મહિના માટે રિલેશનશિપમાં હતા. પવિત્રાએ બિગ બોસમાં પારસના ભાગ લેવા બદલ કહ્યું કે જો તેનામાં થોડું પણ આત્મ સન્માન હોય તો તેણે આ સિઝનમાં ભાગ લેવો જોઇએ નહીં.

પરિણામ ભોગવવાની તૈયારી રાખવી

પવિત્રાએ કહ્યું કે ભલે પારસ આ શોમાં આવવાવનો નિર્ણય કરી ચૂક્યો હોય પણ તેણે મારો વિરોધ કરવો જોઇએ નહીં અથવા તો પછી તેણે ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી જોઇએ. તેણે કહ્યું હતું કે મારો ભૂતકાળ એટલો બધો વિવાદાસ્પદ નથી.

બિગ બોસના હાઉસમાં પ્રવેશ કરશે નહીં

મેં મારા જીવનમાં માત્ર એક જ ભૂલ કરી છે અને તેનામાં થોડું પણ આત્મ સન્માન બચ્યું હોય તો તે મારી હાજરીમાં બિગ બોસના હાઉસમાં પ્રવેશ કરશે નહીં. જો તે આમ કરે છે તો તેણે મને ઉશ્કેરવી જોઇએ નહીં નહીતર તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.

READ ALSO

Related posts

અગ્નિવીર માટે ખાનગી નોકરીઓ માટે કોર્પોરેટ ભરતી યોજના, અદાણી-ટાટા જેવી કંપનીઓમાં તક

Kaushal Pancholi

મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહીઃ બરતરફ IAS પૂજા સિંઘલની 82.77 કરોડની સંપત્તિ ટાંચમાં, જૂનમાં થઈ હતી ધરપકડ

Kaushal Pancholi

બહાદુર કાશ્મીરી યુવતી રૂખસાના કૌસરની ભૂમિકા ભજવતી જોવા મળશે શ્રદ્ધા કપૂર

Siddhi Sheth
GSTV