ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમા ચૈત્ર નવરાત્રી દરમ્યાન માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આગામી ચૈત્ર નવરાત્રી તા. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રીના 16 દિવસ સુધી મંદિર સવારના પાંચથી રાત્રીના વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. અને આ સાથે નવરાત્રીના પહેલા નોરતે તેમજ રવિવાર અને આઠમના દિવસે સવારે 4 વાગ્યાથી ભક્તો માટે દર્શન શરુ કરી દેવામાં આવશે.

નવરાત્રીના પહેલા નોરતે, રવિવાર અને આઠમના દિવસે સવારે 4 વાગ્યાથી દર્શન શરુ
યાત્રાધામ પાવાગઢમા આવેલ મહાકાળીના દર્શનનો અનેરો મહિમા રહેલો છે. અને તેમા પણ ખાસ કરીને નવરાત્રી દરમ્યાન રાજ્યભરમાંથી ભક્તો ઉમટી પડતા હોય છે. તેથી ચૈત્ર નવરાત્રીમાં 16 દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રીના આઠ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે.

રાજ્ય બહારથી પણ ભક્તો માના દર્શન કરી અખંડ જ્યોત લઈ જતા હોય છે
પાવાગઢમાં નવરાત્રીના પર્વનું અનેરુ મહત્વ હોય છે. અહી રાજ્ય બહારથી પણ ભક્તો માના દર્શને આવતા હોય છે. તેમજ પાવાગઢમાંથી અખંડ જ્યોત પોતાના વતનમાં લઈ જવાનું વિશેષ મહત્વ હોય છે. અને તેમાં અહીથી જે જ્યોત લઈ જવામાં આવે છે તેમા ભક્તો નવ દિવસ સુધી પુજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાર બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં