GSTV

VIDEO : નવલા નોરતાના પ્રથમ દિવસે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર

નવલા નોરતની શરૂઆત થતા યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર આવ્યુ છે.  પ્રથમ દિવસે લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હત. નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવતા હોય છે. યાત્રાધામ પાવાગઢમાં માત્ર રાજ્યમાંથી જ નહીં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એક હજારથી વધારે પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે પ્રથમ વખત લેસર શોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ લેસર શો ડુંગર પર આવેલા દુધિયા તળાવ ખાતે શ્રદ્ધાળુઓન બતાવવામાં આવશે. ત્યારે નવરાત્રી દરમ્યાન નિજ મંદિરમાં દર્શનનો સમય સવારના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી રહેશે.

 

Related posts

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

કોરોનાને પગલે અમદાવાદનું સૌથી મોટું શાકભાજી માર્કેટ થશે બંધ, છૂટકમાં વધી શકે છે ભાવ

Karan

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ આકરા પાણીએ, આટલા હજાર લોકોની કરાઈ ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!