કુંભ મેળામાં આજે પૌષી પૂર્ણિમાં પર પવિત્ર માઘ સ્નાનનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આજે પૌષી પૂર્ણિમાં પર પવિત્ર માઘ સ્નાનનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. પોષી પૂર્ણિમા પર મોક્ષની કામના સાથે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજમાં ધામા નાખ્યા છે. અને ત્રિવેણી સંગમમાં વહેલી સવારથી પવિત્ર ડુબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા છે.

આજનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. અને તેમની આરાધનાનું આજે વિશેષ મહત્વ છે. આજે પ્રયાગરાજમાં લગભગ એક કરોડ શ્રદ્ધાળુઓ મુલાકાત લઈ શકે છે.અને તેથી તંત્રએ સઘન વ્યવસ્થા કરી છે. આજે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યુ હતુ. તંત્રએ શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાને રાખીને સ્વચ્છતા અભિયાન ચલાવ્યુ છે. ફાયર સર્વિસ અને કંટ્રોલ રૂમને એલર્ટ રાખ્યો છે. કુંભ મેળાના ક્ષેત્રમાં ડ્રોન અને સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter