GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

અયોધ્યાના અધ્યાય પર આજે મૂકાશે પૂર્ણવિરામ, ચૂકાદો ઇતિહાસ રચશે

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે અંતી હવે સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપવા જઇ રહી છે. શનિવારે ભારે સુરક્ષા વચ્ચે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધરણીય બેંચ આ મામલે પોતાનો અંતીમ ચુકાદો આપશે.જેને પગલે હાલ અયોધ્યામાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આ ચુકાદો આવશે જેને પગલે હાલ સૌની નજર સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર છે. દરમિયાન ચુકાદાને પગલે ઉત્તર પ્રદેશની તમામ શાળા-કોલેજોને ત્રણ દિવસ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે અને રાજ્યભરમાં ચાર સ્તરની સુરક્ષા તૈનાત કરી દેવાઇ છે. અગાઉ 2010માં અલ્લાહાબાદ હાઇકોર્ટે વિવાદિત રામ જન્મભૂમી અંગે જે ચુકાદો આપ્યો હતો તેમાં એક ભાગ મુસ્લિમ સુન્ની વકફ બોર્ડને, એક ભાગ રામલલાને અને એક ભાગ અખાડાને આપવાનો આદેશ આપ્યો હતો.

જેને બાદમાં દરેક પક્ષો દ્વારા પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 14 જેટલી અરજીઓ થઇ હતી, જેની દૈનિક ધોરણે સુનાવણી 40 દિવસ સુધી ચાલી હતી. હવે આ મામલે શનિવારે સવારે સાડા દસ કલાકે સુપ્રીમ કોર્ટ પોતાનો અંતીમ ચુકાદો સંભળાવવા જઇ રહી છે.બીજી તરફ ગૃહ મંત્રાલય દ્વારા દરેક રાજ્યોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે, ખાસ કરીને અયોધ્યા ઉત્તર પ્રદેશમાં આવેલુ હોવાથી ત્યાં દરેક પોલીસ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.ચુકાદા પહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચીવ રાજેન્દ્ર કુમાર તિવારી, રાજ્યના ડીજીપી ઓમ પ્રકાશસિંહ સાથે બેઠક યોજી હતી અને રાજ્યમાં સુરક્ષાની શું વ્યવસૃથા કરવામાં આવી છે તે અંગે રિપોર્ટ માગ્યો હતો.

અયોધ્યામાં વિવાદિત 2.77 એકરની જમીન પર આવેલી બાબરી મસ્જિદ અને તેની આસપાસના વિસ્તારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અિધકારીએ જણાવ્યું હતું કે દરેક રાજ્યોને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે, ખાસ કરીને સંવેદનશિલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવે તેવા આદેશ જારી કરાયા છે.ઉત્તર પ્રદેશમાં આૃર્ધસૈન્ય દળની 40 કંપનીઓને કેન્દ્ર સરકારે મોકલી છે. આ ઉપરાંત પોલીસે 32 હજાર જેટલા વોલન્ટીયર્સની પણ મદદ લીધી છે જે સોશિયલ મીડિયા પર નજર રાખશે સાથે લોકોની વચ્ચે જઇને ચુકાદાને શાંતિપૂર્વક આવકારવાની સલાહ આપશે.

એવી શંકા પ્રશાસનને છે કે અસામાજિક તત્વો દ્વારા અરાજક્તા ફેલાવવાના પ્રયાસો થશે, માટે સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઇ પણ ભડકાઉ કે ઉશ્કેરણીજનક પોસ્ટ કે સંદેશા ફેલાવનારા વિરૂદ્ધ આકરા પગલા લેવાના આદેશ અપાયા છે.હાલ ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ચાર સ્તરની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. અયોધ્યા આવતાજતા વાહનોની સઘન તપાસ થશે. છેલ્લા બે મહિનાથી ચુકાદાની તૈયારીઓ ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટમાં સવારે સાડા દસ કલાકે ચુકાદો આવવાનો હોવાથી કોર્ટની આસપાસ પણ રાતથી જ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અયોધ્યા કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટ આપવા જઇ રહી છે. આ પરિસિૃથતિ વચ્ચે દેશમાં શાંતિ જળવાઇ રહે તે માટે રાજનેતાઓ, ધર્મગુરૂઓ અને અભિનેતાઓ દ્વારા શાંતિની અપીલ કરાઇ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાનું જે રીતે સ્વાગત કર્યું હતું તેવી જ રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પણ સ્વાગત કરવામાં આવે. જ્યારે જાણીતા અભિનેતા રજનિકાંતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપે તેનું સન્માન કરીએ આવકારીએ. જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ દેશભરના નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે ન્યાયપાલીકા પર વિશ્વાસ રાખીને શાંતિ પૂર્વક બધા ભારતીયો સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપે તેને આવકારીએ. 

રામ જન્મભૂમિ તરફ જતા બધા જ રસ્તા પોલીસે બ્લોક કર્યા

ઉત્તર પ્રદેશમાં હાલ આશરે 78 જેટલા મોટા રેલવે સ્ટેશનો પર ચાંપતી નજર રાખવાનો આદેશ આરપીએફને આપવામાં આવ્યો છે. સાથે જ આરપીએફના જેટલા પણ પોલીસકર્મીઓ રજા પર હતા તેમની રજાઓને રદ કરી દેવામાં આવી છે. ડીએમને રાત્રે પણ ડયુટી પર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે દેશભરમાં એવા વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી રહી છે કે જે સંવેદનશીલ હોય. જ્યારે અન્ય રાજ્યોમાં પણ રેલવે સ્ટેશનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યામાં ડ્રોનથી નજર રાખવામાં આવશે.  અયોધ્યામાં જે સ્થળે વિવાદિત બાબરી મસ્જિદ આવેલી છે ત્યાં જતા બધા જ રસ્તાઓને હાલ પોલીસ દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કેરળ: કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 થયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

pratik shah

કેરળ વિમાન દુર્ઘટના બાદ વિદેશ રાજ્યપ્રધાને કરી કોઝિકોડની મુલાકાત, ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

pratik shah

આ મહિનાથી શરૂ થઇ શકે છે શાળાઓ, તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની વિચારણા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!