GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ

PAYTM

Last Updated on March 2, 2021 by Sejal Vibhani

ઓનલાઈન ફ્રોડના વધવા મામલાને જોઈએ PAYTM પેમેન્ટ બેંક કરોડો ગ્રાહકોને ડેબિટ કાર્ડ સેફ્ટીની ટીપ્સ બતાવી છે. આ અંગે PAYTM PAYMENTS BANKએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં PAYTM પેમેન્ટ્સ બેંકે કહ્યું કે, નવું ડેબિટ કાર્ડ મળતા જ ફટાફટ તેની સેફ્ટીને સુનિશ્ચિત કરો. એવું નહીં કરવા પર તમે છેતરપિંડીનો શિકાર થઈ શકો છો. અને તમારી બચત પણ સાફ થઈ જશે.

PATTM પેમેન્ટ્સ બેંકે ટ્વિટમાં કહ્યું કે, ડેબિટ કાર્ડ મળતા સૌ પ્રથમ મેનેજ કાર્ડ સેક્શનમાં જઈને કાર્ડ ટ્રાંજેક્શન સેટિંગમાં બદલાવ કરો. તમે તમારા કાર્ડ પર કોઈ પણ પ્રકારનું ટ્રાંજેક્શનની અનુમતિ આપી શકે છે અથવા આપી શકતા નથી.

ફોલો કરો આ સેફ્ટી ટીપ્સ

  • ડેબિટ કાર્ડની ટ્રાંજેક્શન લિમિટ સેટ કરો.
  • પિન સેટ કરતા સમયે આ વાત પર ધ્યાન રાખો કે કોઈ જોઈ તો નથી રહ્યું.
  • તમારા કાર્ડનો પીન નંબર ક્યાંય પણ લખવો નહીં. યાદ રાખવો. તમે તમારા PAYTM એપ દ્વારા સરળતાથી પિન બદલી શકો છો.
  • નવું કાર્ડ મળતા જ જૂનું કાર્ડ નષ્ટ કરી નાખો.
  • OTP, પીન અથવા તમારાં કાર્ડની અન્ય ડિટેઈલ્સ કોઈ સાથે શેર ન કરો.
  • કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ પર તુરંત જ તમારા PAYTM એપ દ્વારા કાર્ડને બ્લોક કરો.

PAYTMએ ગ્રોહકોને ATM દ્વારા કેશ વિડ્રોલના સમયે તમારે કઈ સાવધાની રાખવી જોઈએ. PAYTM અનુસાર, ATMથી પૈસા ઉપાડતા સમયે ધ્યાન રાખો કે તમારો પીન કોઈને ન દેખાય. ATM ટ્રાંજેક્શન સમયે કોઈ પણ વ્યક્તિને અંદર આવવા ન દ્યો. પૈસા ઉપાડ્યા બાદ ટ્રાંજેક્શન સ્વિપ લેવાનું ભુલશો નહીં. તમારા કાર્ડનો પીન PAYTM એપ દ્વારા બદલો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!