GSTV
Home » News » થોડી રાહત બાદ ફરી વધી શકે છે પેટ્રોલ ડિઝલના ભાવ, અહીં જાણો કેટલે પહોંચશે ભાવ

થોડી રાહત બાદ ફરી વધી શકે છે પેટ્રોલ ડિઝલના ભાવ, અહીં જાણો કેટલે પહોંચશે ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી એકવાર તેજી આવવાના આસાર વર્તાઈ રહ્યા છે. એક બિઝનસ ન્યૂઝ ચેનલે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે આગામી બેથી ત્રણ દિવસોમાં સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવાની ઘોષણા કરે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે ઓક્ટોબરમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ સસ્તુ કરવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં એક રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે ચોથી ઓક્ટોબરથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં 13.10 રૂપિયા અને ડીઝલ 9.90 રૂપિયા પ્રતિ લિટર જેટલું સસ્તું થયું છે. હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમતો અગિયાર માસના નીચલા સ્તરે છે. ખનીજતેલની કિંમતોમાં ઘટાડા અને રૂપિયામાં આવેલી મજબૂતીને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો શક્ય બન્યો હતો.

ખનીજતેલની કિંમતો એક વર્ષના સૌથી નીચલા સ્તરે છે. કેન્દ્ર સરકાર હાલ પ્રતિ લિટર પેટ્રોલે 18.48 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલ પર 14.33 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યૂટી વસૂલી રહી છે. આ સિવાય અલગ-અલગ રાજ્યોમાં અમલી અલગ-અલગ વેટ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગાવવામાં આવે છે.

Read Also 

Related posts

ભાજપના પૂર્વ સાંસદ સામે કરોડો રૂપિયાની ઉચાપતની નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva

મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરતા વીર સાવરકરના પૌત્રએ કરી આ ટીપ્પણી

Nilesh Jethva

ઠાકરેનું CM બનવું લગભગ નક્કી, પણ ઉદ્ધવ કે આદિત્ય? રાજકીય પત્તા હજું નથી ખોલાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!