GSTV
Gujarat Government Advertisement

આકાશમાંથી અચાનક પડવા લાગ્યાં કાળા રેશા, સોશયલ મીડિયામાં વહેતી થઈ અફવાહો

Last Updated on October 25, 2020 by Mansi Patel

પટનાની આસપાસ શનિવારની સાંજે આકાશમાંથી કાળા રંગના રેશા પડતા નજરે આવ્યાં છે. આ જોઈને લોકો તેનો વીડિયો અને ફોટા સોશયલ મીડિયા પર શેર કરવા લાગ્યા હતાં. ફોટો શેર કરવા માટે લોકો સવાલ કરી રહ્યાં હતા કે આકાશમાંથી પડી રહેલી આ કાળી રાખ કોના અવશેષો છે. તેને કોઈ પક્ષીઓનો અવશેષ જણાવી રહ્યું છે. સોશયલ મીડિયા યુઝર્સ ઉપર ઘણા લાંબા સમયસુધી ચર્ચા કરી રહ્યાં છે. નિષ્ણાંતોના મતે, દર વર્ષે આ સીઝનમાં નદીના કાંઠે ઉગેલા સરકંડાને સળગાવવામાં આવે છે. જેથી ખેડુતો ફરીથી આ જમીનમાં ખેતી કરી શકે. સોન નદીના કાંઠે વધુ નદીઓ છે. આવી નદીઓમાં મોટી માત્રામાં ઘાસ ઉગવા માંડે છે.

હવામાં વહેવા લાગે છે રાખના કણો

ખેડૂતો નદી કિનારે લાગેલા સરકંડોને સાફ કરવા માટે તેને સળગાવી દે છે. આ ઋતુમાં હવા વધારે હોય છે. જેના કારણે તે હવામાં ઉડવા લાગે છે અને ઉડતા ઉડતા તે ઘણે દુર સુધી ચાલી જાય છે. અને હવામાં ઘણી વાર સુધી રહ્યાં બાદ ધીરે ધીરે નીચે ઉતરે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ રાખના કણથી આંખોમાં નુકશાન થઈ શકે છે. આંખોમાંથી પાણી આવવાની સમસ્યાની સાથે એલર્જી પણ થઈ શકે છે. આ રાખ આંખમાં પડે તો બળતરાની સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે બળેલી રાખના કણ જો આંખ પડે તો રગડો નથી, સ્વચ્છ પાણીથી તેને ધોઈ લો. રાખ હવામાં હોય ત્યારે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

ઓક્સિજનની કાળાબજારી: ક્રાઇમ બ્રાન્ચે કરી 39 સિલિન્ડર સાથે 3 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta

મ્યૂકોર માઈસીસ : રૂપાણી સરકાર ખરીદશે 5000 ઈન્જેક્શન, રોગના લક્ષણો અને જાણી લો કઈ દવાઓથી આ મટશે

Pritesh Mehta

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!