બિહારના ટોચના દલિત નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝીએ પણ તેજસ્વીની તમે માગો તે ખાતું અને પ્રધાનપદ આપીશ એવી ઑફરને ઠુકરાવી દીધી હતી. અત્યાર અગાઉ વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મૂકેશ સાહનીએ તેજસ્વીની ઑફર ઠુકરાવતાં કહ્યું હતું કે અગાઉ તમે મારી પીઠમાં છરો ભોંક્યો હતો. હવે તમે મને ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદની ઑફર કરો છો. હું તમારા પર ભરોસો કઇ રીતે મૂકું.

હવે હિન્દુસ્તાની અવામ મોર્ચાના દલિત નેતા જીતન રામ માંઝીએ પણ તેજસ્વીની ઑફર ઠુકરાવી દીધી હતી. જો કે જીતન રામ માંઝી નીવડેલા અને મેચ્યોર નેતા છે એટલે કડવાશથી જવાબ આપવાને બદલે એમ કહેવડાવી દીધું કે અમે એનડીએની સાથે ચૂંટણી લડ્યા છીએ અને એનડીએની સાથે છીએ. અત્યાર અગાઉ માંઝીએ એવી સ્પષ્ટતા કરી હતી કે હું તો બિહારનો મુખ્ય પ્રધાન રહ ચૂક્યો છું. મને હવે સામાન્ય પ્રધાનપદમાં રસ નથી.


આમ તેજસ્વીને હવે અગાઉ પોતે કરેલાં નિવેદનો કે વર્તન આડાં આવી રહ્યાં હતાં. અલબત્ત, આ વખતની બિહાર વિધાનસભાની ચૂ્ંટણીમાં સૌથી વધુ મહેનત તેજસ્વીએ કરી હતી એ હકીકત છે. તમામ પક્ષોમાં સૌથી વધુ બેઠક પણ એકલે હાથે તેજસ્વી અને રાજદ પક્ષે મેળવી છે. એના પિતા અને બિહારનો લોકપ્રિય નેતા લાલુ યાદવ જેલમાં છે અને એમને જામીન મળ્યા નહોતા. તેજસ્વીએ એકલે હાથે બિહારની ચારે બાજુ ફરી વળી્ને અનેક સભાઓ સંબોધી હતી, રેલીઓ યોજી હતી અને લોકોને આકર્ષ્યા હતા. જો કે જેટલી મહેનત રાજદે કરી એટલી કોંગ્રેસે ન કરી એટલે તેજસ્વી એકલા પડી ગયા. અત્યારે એમના પક્ષ પાસે વિધાનસભાની સૌથી વધુ બેઠકો હોવા છતાં તેજસ્વી સરકાર રચી શકવાની સ્થિતિમાં નથી.
READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ