GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

15 વર્ષ બાદ JDU પાસે સરકારમાં સામેલ થવાનો હતો ચાન્સ, પણ આ કારણે પાડી ના

એનડીએ સરકારના પ્રધાનમંડળમાં ફરી એકવાર ભાજપના સાથીપક્ષ જેડીયૂની વાપસી નહીં થાય. 15 વર્ષ બાદ જેડીયૂના નેતાને કેન્દ્રકેબિનેટમાં સ્થાન મળવાનું હતું, આ પહેલા જેડીયૂ વાજપેયી સરકાર દ્વારા સરકારમાં સામેલ રહી હતી. જનતા દળ યુનાઇટેડને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન નથી મળ્યું. આ પહેલા કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારમાં જેડીયૂના ત્રણ પ્રધાન હતા. તે સમયે જ્યોર્જ ફર્નાન્ડિસ, શરદ યાદવ અને નીતિશ કુમાર કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા. 2004માં યુપીએ સરકાર બન્યા બાદ આશરે એક વર્ષ બાદ નીતિશકુમાર બિહારના સીએમ બની ગયા. શરદ યાદવ લાંબા સમય સુધી એનડીએના સંયોજકના પદે રહ્યા. તો બીજી તરફ સમાજવાદના અગ્રણી રહેલા જ્યોર્જ ફર્નાન્ડિસનું જાન્યુઆરી-2019માં નિધન થઇ ગયું.

અટલ બિહારી કેબિનેટમાં જ્યોર્જ ફર્નાન્ડિસ, નીતિશકુમાર અને શરદ યાદવને મોટા મંત્રાલય આપવામાં આવ્યા હતા. જ્યોર્જને રક્ષા મંત્રાલય, નીતિશ કુમારને રેલવે મંત્રાલય, જ્યારે કે શરદ યાદવને ગ્રાહક બાબતો, ખાદ્ય અને પુરવઠા મંત્રાલય તેમજ નાગરીક ઉડ્ડયન મંત્રાલયનો હવાલો સોંપાયો હતો. આ ત્રણેય નેતાઓની વાજપેયી કેબિનેટમાં મહત્વની ભૂમિકા હતી. અને મહત્વના બદલાવમાં આ ત્રણેય નેતાઓએ યોગદાન આપ્યું હતુ.

જો કે 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે નીતિશ કુમારે ભાજપની સાથેના જેડીયૂના 17 વર્ષ જુના જોડાણનો અંત આણ્યો. જેડીયૂ એનડીએમાંથી અલગ થઇ ગયું. જે બાદ જેડીયૂએ આરજેડીની સાથે મળીને 2015માં બિહારમાં નવી સરકાર બનાવી. પરંતુ નીતિશ કુમાર 2017માં ફરી એનડીએમાં જોડાઇ ગયા. અને બિહારના મહાગઠબંધનમાંથી અલગ થઇ ગયા. 2017માં ભલે ભાજપ અને જેડીયૂ ફરી એક થઇ ગયા પરંતુ શરદ યાદવ આ ગઠબંધનથી અલગ રહ્યા. તેમણે 2019માં બિહારમાં મહાગઠબંધનના ઉમેદવાર તરે મધેપૂરા બેઠક પરથી ચૂંટણી લડી અને પરાજીત થયા.

આજે નીતિશ કુમારે પણ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી પણ જેડીયુએ જ મંત્રીપદની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે એનડીએ સાથે ગઠબંધન કર્યા બાદ બિહારમાં સૌથી વધારે સીટ મળી હતી. આ વચ્ચે માત્ર આર.પી સિંહને પ્રધાનમંત્રી પદ મળવાનું હતું પણ એ પણ નીતિશ કુમારે સ્વીકાર્યું નહોતું.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!