GSTV

Suicide Live: વૉટ્સએપ પર ગર્લફ્રેન્ડને કર્યો વીડિયો કોલ, પછી તેની સામે જ મારી દીધી ગોળી

યુવકે વીડિયો કોલ કર્યો, પરંતુ નારાજ ગર્લફ્રેન્ડે વાત કરવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ દુખી થઈને તેણે કારમાં વીડિયો કોલ દરમ્યાન છોકરીની સામે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હ્વદય કંપાવનારી આ ઘટના બિહારનાં પટનમાં થઈ છે. પોલીસનું માનીએ તો આ મામલો પ્રેમ પ્રસંગનો છે. મૃતક રૂપક કુમાર પટનાના શાસ્ત્રીનગર થાના ક્ષેત્રના પટેલ નગરનો નિવાસી હત. તેના પિતા વિજયકુમાર ગુપ્તા આર્મીમાંથી રિટાયર થયા બાદ હાલમાં ઝારખંડનાં ગુમલામાં સૈંપ જવાન છે.

ગર્લફ્રેન્ડના ઘર પાસે કરી આત્મહત્યા

જાણકારી મુજબ રૂપક કુમારે સવારે કારથી શ્રીકૃષ્ણ નગર પહોંચ્યા હતા. જ્યાં પાર્કની સામે જ ભાડાના મકાનમાં તેની ગર્લફ્રેન્ડ રહે છે. તે પહેલાં તેના ઘરની બહાર ગયો હતો. થોડીવાર બાદ પાર્કની દીવાલને અડાડીને કાર પાર્ક કરી હતી. એક કલાક બાદ તેણે કારમાં જ પોતાના કાન પાસે ગોળી મારી દીધી હતી. પોલીસ જ્યારે તપાસ માટે પહોંચી તો કાર ચાલુ હતી. અને કારમાં એસી ચાલુ હતુ અને ગ્લાસ બંધ હતા.

આ હતુ ઘટનાનું કારણ

કહેવાય રહ્યુ છેકે, પટનાની એક કોલેજમાં ફર્સ્ટ યરનાં સ્ટુડેન્ટ રૂપક અને 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની વચ્ચે છેલ્લાં બે વર્ષથી પ્રેમ હતો. રૂપકને શક હતોકે, તેની ગર્લફ્રેન્ડ હાલનાં દિવસોમાં અન્ય કોઈ સાથે વાતચીત કરી રહી છે. જેને કારણે તે ગુસ્સામાં અને ડીપ્રેશનમાં હતો. રૂપકે રવિવારે જ્યારે પોતાની ગર્લફ્રેન્ડનાં ઘરની બહાર જઈને તેણીને વીડિયો કોલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેણીએ વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ રૂપકે પોતાને ગોળી મારી દીધી હતી.

READ ALSO

Related posts

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana

લોકડાઉનમાં ઘરજમાઈ તરીકે રહેતા સાળી સાથે થયો પ્રેમસંબંધ, સમય મળતાં ભગાડી ગયો પણ પકડાઈ જતાં થયું કંઈક આવું….

Karan
Do NOT follow this link or you will be banned from the site!