GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

જીવલેણ બની ગયો લગ્ન સમારોહ: સંક્રમિત દુલ્હાનું મોત, એક પછી એક 111 જાનૈયાઓ નીકળ્યાં કોરોના પોઝિટિવ

લગ્ન

બિહારની રાજધાની પટનામાં સોમવારે એકસાથે 95 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયાં અને દુલ્હાનુ મોત થઇ ગયું. આ સમગ્ર મામલો પટનાથી આશરે 50 કિલોમીટર દૂર પાલીગંજ વિસ્તારનો છે, જ્યાં 15 જૂને એક લગ્ન સમારોહમાં સામેલ 95 મહેમાન કોરોના સંક્રમિત થઇ ગયાં. તેમાંથી 111 લોકોનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો. જેમાં દુકાનદારથી લઇને હલવાઈ અને શાકભાજી વેચનારો પણ કોરોના પોઝિટીવ આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 30 વર્ષીય દુલ્હો ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરતો હતો અને લગ્ન માટે 12મેના રોજ પટના પોતાના ગામ ડીહપાલી આવ્યો હતો. આ જ દરમિયાન તેનામાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યાં હતાં પરંતુ પરિવારજનોએ તપાસ કરવાના બદલે તેના લગ્ન કરાવી દીધા.

Corona

લગ્નના બે દિવસ બાદ જ દુલ્હાનું થઇ ગયું મોત

લગ્નના 2 દિવસ બાદ જ તેની તબિયત ખૂબ જ લથડી ગઇ હતી અને પટના એમ્સ લઇ જવા દરમિયાન જ તેનું મોત થઇ ગયું. આ સમગ્ર મામલાની જાણ જ્યારે જિલ્લા પ્રશાસનને થઇ તો લગ્નમાં સામેલ થયેલા તમામ મહેમાનોનો કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યો. તપાસ બાદ 15 લોકો કોવિડ-19થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ અને અન્ય 80 લોકોનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો.

જો કે કોવિડ-19 ટેસ્ટમાં દુલ્હન સંક્રમિત ન હોવાનું સામે આવ્યું. પ્રશાસને જણાવ્યું કે આ સમગ્ર મામલે કોવિડ-19ના બચાવના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા. પ્રશાસને કોઇપણ લગ્ન સમારોહમાં ફક્ત 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપી છે પરંતુ આ લગ્નમાં ગામના સેંકડો લોકો સામેલ થયાં હતા.

લગ્ન

ભીલવાડામાં 250 મહેમાનોને આમંત્રિત કરવા ભારે પડ્યાં

તેની પહેલાં રાજસ્થાનના ભીલવાડામાં એક લગ્ન સમારોહમાં 250 લોકોને આમંત્રિત કરવા ભારે પડી ગયાં. જાનમાં કોરોનાનું સંક્રમણ એવું ફેલાયુ કે લગ્ન સમારોહમાં સામેલ થનાર 15 લોકો સંક્રમિત થઇ ગયાં અને કોરોનાના કારણે દુલ્હાના દાદાનું પણ મોત થઇ ગયું.

દુલ્હા અને તેના સહિત તમામ 15 લોકોનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. રાજસ્થાન સરકારે જાનમાં સામેલ 127 લોકોને ક્વોરન્ટાઇન કર્યા છે અને તેની ક્વોરન્ટાઇન ફેસેલિટી અને સારવાર પર થનાર ખર્ચનો દંડ દુલ્હાના પિતાને ફટકાર્યો છે. અત્યાર સુધી 6 લાખ 26 હજાર 600 રૂપિયાનો ખર્ચ ક્વોરન્ટાઇન ફેસેલિટી અને કોરોના ઇલાજ પાછળ થયો છે.

Read Also

Related posts

1 મહિના પહેલા બનેલી ગલફેન્ડે વિડિયોકોલમાં બંનેએ વારાફરતી કપડાં ઉતારવાનું નક્કી કર્યું, પરંતુ યુવાને કરેલી પહેલ ભારે પડી

Harshad Patel

RIL AGM: ભારતમાં 5G ટેક્નોલોજી અંગે અંબાણીએ કરી મોટી ઘોષણા, જાણો શું કહ્યું

Bansari

મુકેશ અંબાણીની સંપત્તિમાં પ્રતિ સેકન્ડે 8.74 લાખ રૂપિયાનો થયો વધારો, 5 દિવસમાં કમાઈ લીધા 400 અરબ રૂપિયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!