GSTV

મનફાવે તેમ બોલી બેસી જવું ભાજપને મોંઘુ પડશે: આંજણા ચૌધરી સમાજના યુવકોએ પાટિલનો ઘેરાવ કર્યો, રોજ સવારે ટ્વિટ કરી પરચો બતાવશે

Last Updated on August 28, 2021 by Pravin Makwana

ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણીમય માહોલ તૈયાર થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓ એકબીજા સામે દાવપેચ લડાવાની ગોઠવણમાં લાગી ગઈ છે, જો કે સૌથી મોટી વાત એ છે કે, રાજકીય પાર્ટીએ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે અને લલકાર આપે તે વાત સ્વાભાવિક લાગે, પણ એ બધુ ત્યારે થઈ શકે જ્યારે પાર્ટીની અંદર એકતા અને સામેની પાર્ટી સાથે લડી લેવાની એકજૂટતા આપનામાં હોય. જ્યારે અંદરોઅંદર જ લડતા હોય ત્યારે તમે અન્ય પાર્ટીઓ સાથે લડવાની શક્તિ ખોઈ બેસો છો.

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ અત્યારથી જન આશિર્વાદ રેલીઓ અને જાહેરસભા કરીને માહોલ સેટ કરવામાં લાગી ગયા છે. જો કે આ વખતે ભાજપ માટે કપરા ચડાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં હાલ ચૌધરી સમાજનો યુવા વર્ગ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. યુવાનોમાં ભારોભાર ગુસ્સો સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યો છે.

અગાઉ થોડા સમય પહેલા વડગામ ભાજપના પ્રમુખ દ્વારા બોલાયેલા શબ્દો બાદ વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ કોઈ એક્શન ન લેવાતા યુવાનો ગુસ્સે થયા છે. વારંવાર રજુઆત કર્યા છતાંય તાલુકા ભાજપના ભ્રષ્ટ પ્રમુખને સસ્પેન્ડ ન કરાતાં ચૌધરી સમાજના યુવાનોએ સી.આર.પાટીલના ટ્વીટર પર મારો શરુ કર્યો હતો. રોજ સવારે આંજણા સમાજના યુવાનો પાટીલના ટ્વીટર પર ટ્વીટ કરશે. 5-9-2021 ના રોજ વડગામના તમામ આંજણા સમાજના ગોળ-ઝલાના પ્રમુખોની પંચાયત બોલાવી આગામી રણનીતી જાહેર કરશે.વડગામમાં ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર કરાય એવી શક્યતાઓ પણ વહેતી થઈ છે.

યુવાનો દ્વારા તો એવો પણ નિર્ણય લેવાય શકે છે ચૌધરી સમાજના એક પણ આગેવાનનો મંચ પર બેસવા નહીં દેવાય. મગરવાડા ખાતે વડગામ તાલુકાના દરેક ગામના 3-3 યુવા પ્રતિનિધીઓની બેઠક મળી હતી. મહેસાણા, માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, ડીસા, ભાભર, વાવ, દિયોદર, ધાનેરા, રાધનપુર, ઇડર, ભિલોડા,બાયડ, મોડાસામાં જઇને વડગામના યુવા પ્રતિનીધીઓ મહાબેઠકો કરશે. આ મહાબેઠકો બાદ ભાજપ કાર્યાલયનો ઘેરાવનો કાર્યક્રમ કરાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોની વાતને નજરઅંદાજ કરતા ભાજપ વિરોધ ભારે રોષ ફેલાયો છે.

READ ALSO

Related posts

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

pratik shah

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!