ફરી એકવખત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માસ્કના નિયમોનો ઉલાળ્યો કર્યો. આ વખતે સ્થળ હતું વિસનગર જ્યાં ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે પહોંચેલા પાટીલે હેલિપડ પર જ વગર માસ્કે ફોટા પડાવ્યા હતા. તો સોશિયલ ડિસ્ટન્સિંગ તો વળી શું કહેવાય તે તો રાજકીય સભાઓ રેલીઓમાં તો ખબર જ હોતી નથી.

પાટીલ સાહેબના રેલીમાં અનેક ઉત્સાહી કાર્યકરો સ્કૂટર અને કારમાં રેલીમાં જોડાયા. જો કે ગણ્યા ગાઠ્યા લોકોએ માસ્ક પહેર્યા હતા. બાઇક રેલીમાં કોરોનાના નિયમોને નેવે મૂકનાર આ કાર્યકરોએ માસ્ક તો નહોતું પહેર્યું પરંતુ તેઓ ભાજપની ટોપી, સાફા જરૂરથી પહેર્યા હતા. હજુ કોરોના ગયો નથી તેવું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. પરંતુ રાજકીય પક્ષો વડાપ્રધાનની આ વાતને ઉડાવીને પ્રચારની લ્હાયમાં ખુદ પોતાની અને અન્યોની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલની સભામાં ફરી એક કોરોનાની ગાઇડલાઇનનો ભંગ જોવા મળ્યો. સી.આર. પાટિલે મોડાસામાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે પેજ કમિટીના સભ્યોને કાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી. પરંતુ આ દરમ્યાન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓ પૈકી અનેક કાર્યકર્તાઓ માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા. ખુદ ભાજપના જ અનેક નેતાઓ અને આગેવાનો માસ્ક વગર નજરે પડ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- EPFOની ખાસ Electronic સેવા : અહીં જાણો રજીસ્ટ્રેશનની પુરી પ્રોસેસ, આ રીતે મળશે તમને લાભ
- કામની વાત/ મોંધા થઈ શકે છે TV, 1 એપ્રિલથી ભાવમાં થશે ઘરખમ વધારો, જાણો શું છે કારણ
- મુખ્યપ્રધાન રૂપાણીએ માં અંબાના દરબારમાં આશિષ લીધા, વહેલી સવારે મંગળા આરતીમાં લીધો ભાગ
- અમદાવાદીઓ રાખજો સાવચેતી! જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસો નોંધાયા
- Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત