GSTV

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Last Updated on May 19, 2019 by

વીએસ હોસ્પિટલમાં મૃતદેહ બદલાવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઇ નથી ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે ભાસ્કરભાઇ દેવરા નામની વ્યકિતનો જીવ જોખમમાં મૂકાઇ જાય તેમ હતો. ભાસ્કરભાઇ દેવરાના ગળાના ભાગે નસ દબાતી હોય તેઓ સિવિલ ગયા હતા. એમઆરઆઇ કરાવ્યુ તેમને જે રિપોર્ટ અપાયો તે રિપોર્ટ જોઇને ડોકટરે કહ્યુ કે મગજની નસ દબાય છે, ઓપરેશન જોખમી છે જેથી પરિવાર સાથે ચર્ચા કરીને આવજો.

તો દર્દીના પરિવારજનોએ રિપોર્ટને લઇને સેકેન્ડ ઓપિનિયન માટે બીજા ડોકટરને બતાવ્યો તો માલૂમ પડ્યુ કે આ રિપોર્ટ જ બીજા કોઇ દર્દીનો છે. આ ભયંકર બેદરકારીથી ભાસ્કરભાઇનું જો ઓપરેશન થઇ ગયું હોત તો..જે તકલીફ જ નથી તેનું જોખમી ઓપરેશન જો થયું હોત તો તેમનો જીવ જોખમાયો હોત. ત્યારે આ ગંભીર બેદરકારી બાદ સિવિલના સત્તાધીશોએ તેમને ઘરે મોકલી દીધા હતા.

અમદાવાદ સિવિલની આ ભયંકર બેદરકારીથી ચોક્કસપણે સવાલો સર્જાય કે સરકારી હોસ્પિટલ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરે છે પરંતુ ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. ધનિક લોકો તો આવી હોસ્પિટલમાં જવાનું મોટા ભાગે ટાળતા હોય છે અને ગરીબ દર્દીઓ હોસ્પિટલની બેદરકારીનો ભોગ બન્યા હોય તેવા કિસ્સા છાસવારે સામે આવતા હોય છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!