GSTV
Gujarat Government Advertisement

આનંદો/ ગુજરાતમાં બેડ અને ઓક્સિજનના ફાંફાઃ આ રાજ્યમાં કોરોના દર્દીઓનો પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે, કરી મોટી જાહેરાત

કોવિડ

Last Updated on May 7, 2021 by Harshad Patel

તામિલનાડુના નવા બનેલા મુખ્યમંત્રી એમ. કે.સ્ટાલિને પદ સંભાળતાની સાથે જ મોટી જાહેરાત કરી છે. સ્ટાલિને રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેમના ઉપર પણ લાગુ પડશે. જેઓની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલી રહી છે. રાજ્યમાં ખૂબજ ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતાં લોકોને ખૂબજ મોટી રાહત મળી છે. રાજ્ય સરકારનું કહેવું છેકે કોરોનાની સારવાર કરાવવા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા લોકોનો ખર્ચ પણ સરકારની હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કિમ હેઠળ ઉઠાવવામાં આવશે.

સીએમ બનતાંની સાથે જ સ્ટાલીને 5 મોટા નિર્ણયો લીધા

સીએમ બનતાંની સાથે જ સ્ટાલીને 5 મોટા નિર્ણયો લીધા છે. જેમાંનો એક આદેશ આ છે કે આ ઉપરાંત રાજ્યમાં 2 કરોડથી વધુ રાશનકાર્ડ ધારકો માટે 4 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. સરકારી આદેશમાં કહેવાયું છે કે આ સ્કિમનો પહેલો હપતા હેઠળ 4153.69 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવશે. સીએમ તરફથી આ આદેશ ઉપર હસ્તાક્ષર પણ કરી દેવામાં આવ્યા છે. લાભાર્થીઓને મે મહિનાની રકમ ટૂંક સમયમાં જ મળી જશે. લાભાર્થીઓને પહેલા હપતામાં 2 હજાર રૂપિયા મળશે. જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે.

કોરોના

નોકરિયાત મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને બસમાં નહીં ચૂકવવી પડે ટિકિટ

મુખ્યમત્રી એમ કે. સ્ટાલિને આવિન મિલ્કના ભાવમાં પણ 3 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 16 મેથી લાગુ પડશે. મહિલાઓને સન્માન આપતાં સરકારે મોટો નિર્ણય લીધો છે. કામકાજ – નોકરી કરતી મહિલાઓ અને ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. આની અમલવારી 8 મે એટલે કે આવતી કાલથી જ લાગુ કરી દેવામાં આવી છે. આ સબસિડીની ચલતાં સરકારના રોડવેઝ વિભાગને 1,200 કરોડ રૂપિયાનું નુકસાન થશે. જેની ભરપાઈ સરકારના ખાતામાંથી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!