GSTV

દર્દી પોતાની પસંદગીનો શો બિગબોસ જોતો રહ્યો અને ડોક્ટરોએ જોતજોતામાં આ રીતે કરી દીધી ઓપન બ્રેઈન સર્જરી

ગંભીર રોગોથી પીડાતા દર્દીનું ઓપરેશન કરવું ડોકટરો માટે ઘણી વખત ખૂબજ મુશ્કેલ બની જતું હોય છે. અને જ્યારે તે ઓપરેશનની બાબત માથા સાથે જોડાયેલી હોય ત્યારે તે વધુ સંવેદનશીલ બને છે. આવી સ્થિતિમાં ભૂલ થવાની કોઈ અવકાશ નથી. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના ગુંટુરથી સામે આવ્યો છે, જ્યાં ડોકટરોએ દર્દીને હોશમાં રાખીને ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન, તે જાગતો રહ્યો અને તેમનું ધ્યાન ઓપરેશન પર ન રહે તે માટે ઓપરેશન થિયેટરમાં દર્દીને તેનો પ્રિય શો બિગ બોસ અને હોલીવુડ મૂવી બતાવવામાં આવી.

દર્દીના મનપસંદ શો બતાવીને તેને જાગતો રાખીને ગંભીર ઓપન બ્રેઈન સર્જરી કરી

એક ખાનગી હોસ્પિટલમાં, ડોકટરોએ દર્દીના મનપસંદ શો બતાવીને તેને જાગતો રાખીને ગંભીર ઓપન બ્રેઈન સર્જરી કરી. આ ઓપરેશન સફળ રહ્યું. 33 વર્ષીય દર્દી વારાપ્રસાદના મગજમાં ગ્લિઓમા અને મોટર કોર્ટેક્સવાને દૂર કરવા માટે તેમની મગજની ખુલ્લી શસ્ત્રક્રિયા કરવામાં આવી. સર્જરી ગુંટુરના બ્રિંડા ન્યુરો સેન્ટરમાં કરવામાં આવી હતી અને તે પછી શનિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સર્જરીમાં વારા પ્રસાદને બેહોશ થવાથી બચાવવા માટે તેને જાગૃત રાખવો જરૂરી

સૌથી અગત્યની વાત એ છે કે આ સર્જરીમાં વારા પ્રસાદને બેહોશ થવાથી બચાવવા માટે તેને જાગૃત રાખવો જરૂરી હતો. તેઓ બિગ બોગ અને અવતાર ફિલ્મ દ્વારા તેને જગાડી રાખવામાં આવ્યો હતો. જેથી ડોકટરો કમ્પ્યુટર દ્વારા મગજની પ્રવૃત્તિ પર નજર રાખી શકે. જ્યારે ડોકટરોની ટીમ તેના માથામાંથી ગાંઠને દૂર કરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા તે દરમિયાન દર્દી તેના પ્રિય શો અને ફિલ્મનો આનંદ લઈ રહ્યો હતો.

4 વર્ષ પહેલા ઓપરેશન સંપૂર્ણ સફળ નહોતું થયું

વર્ષ 2016 પહેલા પણ હૈદરાબાદમાં વારા પ્રસાદનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તે સંપૂર્ણ રીતે સફળ નહોતું થયું. જેનાથી તેને આ મુશ્કેલીઓ આવી હતી. ગુંટૂરની સરકારી હોસ્પિટલના ડોક્ટર બી. શ્રીનિવાસ રેડ્ડી, ડો.શેષાદ્રી શેખર (ન્યુરોસર્જન), અને ડો. ત્રિનાથ (એનેસ્થેટીસ્ટ) એ નજીકની હોસ્પિટલમાં આ સર્જરી કરી જેમાં તમામ લેટેસ્ટ ટેકનિક અને મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!