GSTV

3 દિવસની અંદર 70 વર્ષના દર્દીને હોસ્પિટલમાં જ થયો આટલી નાની મહિલા સાથે પ્રેમ, પરિવારને જાણ થતા જ કર્યું કંઈક આવું

હોસ્પિટલ

આપણા દેશમાં લગ્નને ઉંમર સાથે જોડવામાં આવે છે. જ્યારે લગ્ન દિલથી કરવામાં આવે છે. દિલની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો ગમે ત્યારે થઈ શકે છે. મધ્ય પ્રદેશના ભુરાખેડી ગામમાં એક રસપ્રદ લગ્ન થયા. થયું એવું કે એક વૃદ્ધને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. તેમને ત્યાં એક વૃદ્ધ મહિલા સાથે લવ થઈ ગયો. પછી શું… પરિવારના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા. તમને જાણીને નવાઈ જરૂરથી લાગશે પરંતુ દુલ્હાની ઉંમર 70 વર્ષની છે અને ત્યાં જ દુલ્હનની ઉંમર 55 વર્ષ.

હોસ્પિટલમાં કરાવવા ગયા હતા સારવાર

હકીકતે 70 વર્ષીય ઓમકાર સિંહ જિલ્લા હોસ્પિટલમાં દાખલ હતા. તે સમય તેમની મુલાકત 55 વર્ષની ગુડ્ડીબાઈ સાથે થઈ. ત્રણ દિવસ બાદ જ તે બન્ને એક મહત્વપૂર્ણ નિર્ણય કરવા પર પહોંચી ગયા. મુલાકાત બાદ બન્નેએ બાકીનું જીવન સાથે પસાર કરવાનું વિચાર્યું.

હોસ્પિટલ

ઓટો દ્વારા લઈ આવ્યા ઘરે

જણાવી દઈએ કે ઓમકાર સિંહને ચાર દિકરા છે. બાદમાં તે ગુડ્ડીબાઈને ઓટો મારફતે ઘરે લઈ આવ્યા. તેમણે બાળકોની સામે તેમની સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ફરી ગાંમના લોકો અને ઓમકાર સિંહના દિકરા અને વહુંઓએ તેમના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. તેમના લગ્ન કરાવવામાં આવ્યા. જાણકાર અને સગા સંબંધિઓ ખુશીમાં સામેલ થયા. જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા તેમની પત્નીનું મોત થઈ ગયું છે.

Read Also

Related posts

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

બારડોલીના બાળકોએ સતત 24 કલાક સ્કેટિંગ કરી લીમકા બૂક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!