જસદણમાં પાટીદાર સમાજને અન્યાય કરતાં પહેલાં વિચારજો, કોંગ્રેસમાં ભડકો

20મી ડિસેમ્બરે યોજાનારી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીના મુદ્દે જસદણ કોંગ્રેસમાં ભડકો થયો છે. અહીંના પાટીદારો ઇચ્છતા હતા કે જસદણ બેઠક પરથી કોઈ પાટીદારને લડાવવામાં આવે પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી પાટીદારને બદલે કોળી આગેવાનને મેદાનમાં ઉતારવાનું નક્કી કરતા પાટીદાર ભભૂકી ઉઠયો છે.

જસદણ કોંગ્રેસના પાટીદાર નેતા સંજય ખૂંટે હાલના તબક્કે કોંગ્રેસમાં રાજીનામું આપવાની ધમકી આપી છે. મતદાનના દિવસો નજીક આવતા જ ફાટી નીકળેલા અસંતોષને ઠારવા માટે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે, જેના ભાગરૂપે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓને જસદણમાં મોકલી આપ્યા છે.

પાટીદાર આગેવાને પ્રદેશ પ્રમુખને લખ્યો પત્ર

અત્રે નોંધનીય છે કે નવા સંગઠનમાં પણ પાટીદારોને સ્થાન નહીં મળતા સૌરાષ્ટ્રના પાટીદારો કોંગ્રેસની નેતાગીરીને એક પત્ર લખ્યો હતો. હવે જો કોંગ્રેસ પાટીદારોને મનાવી નહીં શકે તો ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ સામે હારનો સામનો કરવો પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter