GSTV
Aravalli Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

Gujarat Election / બાયડમાં પાટીદાર-ઠાકોર ઉમેદવાર નક્કી, પેટાચૂંટણીમાં ભાજપને મળી હતી હાર

અરવલ્લી જીલ્લા હેઠળ આવતી બાયડ વિધાનસભા બેઠક રાજકીય દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની ગણાય છે. આ બેઠકે રાજકીય રીતે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. 1990થી અહીં એક વખત કોંગ્રેસ અને એક વખત ભાજપના ઉમેદવાર જીતી રહ્યા છે. આ બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજના મતદારો વધુ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના ઝાલા ધવલસિંહ નરેન્દ્રસિંહ જીત્યા હતા.

બાયડ વિધાનસભા બેઠક પર પાટીદાર અને ઠાકોર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે. જેમાં 1 લાખ 26 હજાર ઠાકોર, 31 હજાર પાટીદાર, 9 હજાર ચૌધરી, 12 હજાર દલિત, 5 હજાર મુસ્લિમ અને 43500 અન્ય મતદારો છે. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો માનવામાં આવે છે. અત્યાર સુધી અહીંથી માત્ર ત્રણ વખત જ ભાજપના ઉમેદવાર જીત્યા છે. જેમાં 1990, 1998 અને 2007ની વિધાનસભા ચૂંટણીનો સમાવેશ થાય છે.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં બાયડની જનતાએ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને વિધાનસભામાં મોકલ્યા હતા. આ પછી 2017માં ઝાલા ધવલસિંહ નરેન્દ્રસિંહે જનતાના આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં ધવલ સિંહ ભાજપમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપના ઝાલા ધવસિંહને હરાવ્યા હતા. અહીં શિક્ષણ અને રોજગાર મહત્વના મુદ્દા છે. અહીં સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે તેવી પ્રજાની માંગ છે. આ ઉપરાંત પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. ગેરકાયદે ખનનનો પણ અહીં મોટો પ્રશ્ન છે. આ વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે ક્વોરીઓવાળાઓ પર્યવરણના નિયમો નેવે મૂકીને ગેરકાયદે ખનન કરી રહ્યા છે તેના કારણે ટી.બી., બહેરાશ, પથરી, આંખોની પડળો સફેદ થઇ જવી જેવી બિમારીઓથી પિડાઇ રહ્યા છે.

Related posts

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

BIG BREAKING: વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી! રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર, 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

pratikshah
GSTV