હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા ભાવનગર શહેરમાં મૌન રેલી અને પ્રતિક ઉપવાસ માટે મંજૂરી માંગવામાં આવી હતી. જે તંત્ર દ્વારા નહિ આપવામાં આવતા આજે પાટીદાર સમાજના ચાર આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. અને ઉપવાસ તેમજ રેલી માટે મંજૂરી આપવા માંગ કરી હતી.
જો મંજૂરી આપવામાં નહી આવે તો ખાનગી જગ્યા પર ઉપવાસ પર બેસી જશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. કલેકટર કચેરી ખાતે સીટી ડીવાયએસપી, પીઆઈ, પી.એસઆઈ અને ૫૦ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
તેમજ શહેરના મુખ્ય માર્ગો અને પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જો કે આવેદનપત્ર આપવા માટે માત્ર ચાર લોકોની જ મંજૂરી હોવાથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.