GSTV
Gujarat Government Advertisement

BIG NEWS / 2022ની ચૂંટણી પહેલાં એક સાથે એક મંચ પર જોવા મળશે પાટીદાર સમાજ, આવતી કાલે યોજાશે મહત્વની બેઠક

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતની રાજનીતિના એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવશે. વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક આવતી કાલે સવારે 10 કલાકે ખોડલધામ કાગવડ યોજાવાની છે. ત્યારે આ બેઠકો  ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠકો બની રહે તેવી શકયતા છે.

2022ની ચૂંટણી પહેલા પાટીદારોના બે ફાંટા કડવા અને લેઉવા ફરીથી એકઠા થઈ રહ્યા છે. પાટીદારોના આ બન્ને ફાંટા વચ્ચે કેટલાક તફાવતો અને ભેદભાવો સ્પષ્ટ છે. પરંતુ હવે એક થવાનો ફરીથી સમય આવ્યો હોય એમ લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી બન્ને સમાજના અગ્રણીઓ એકતા માટે પ્રયાસ કરી રહ્યાં છે.

12મી જૂને મળનારી પાટીદાર બેઠક મહત્વની સાબિત થશે

એ સંદર્ભે 12મી જૂને મળનારી પાટીદાર બેઠક મહત્વની સાબિત થશે. કેમ કે તેમાં બન્ને સમાજના આગેવાનો એકઠા થવા જઈ રહ્યા છે. ખોડલધામ ખાતે મળનારી આ બેઠક ગુજરાતના રાજકારણ માટે પણ મહત્વની સાબિત થશે.

દરેક ચૂંટણી વખતે દરેક સમાજ પોતાની એકતા મજબૂત કરતો હોય છે. કેટલીક એકતા ચૂંટણી પતી ગયા પછી વિખેરાઈ જતી હોય છે. કેટલીક એકતા ફેવિકોલના મજબૂત જોડની માફક સજ્જડ બની જતી હોય છે. પાટીદારો ખડતલ અને મહેનત કરનારી કોમ છે, પણ ગુજરાતના રાજકારણમાં તેમની મહેનત ઉગતી નથી.

પાટીદારો તેમની એકતા માટે જાણીતા છે


એમાં પણ પાટીદાર અનામત આંદોલન શરૃ કરીને હાર્દીક પટેલે બધા પાટીદારોનું નામ જોખમમાં મુકી દીધું છે. પાટીદારો તેમની એકતા માટે જાણીતા છે, પરંતુ કડવા અને લેઉવા બન્ને અલગ રહેવાનું પસંદ કરે છે. એક બીજા સાથેના તેમના વ્યવહારો પણ કેટલાક વિસ્તારોમાં તો મર્યાદિત છે.

હવેના સમયમાં જો પાટીદારો એક ન થાય તો તેમના રાજકીય અસ્તિત્વ પર જોખમ આવે એ પણ નક્કી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર મુખ્યમંત્રી બની શક્યા નથી. સરકારમાં પાટીદાર મંત્રીઓ છે, પણ એ ખરેખર જરૃર પડે એવા ખેડૂતોની કેટલી મદદ કરી શકે છે એ સૌ જાણે છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક રાજકીય આગેવાનોએ, તો વળી અન્ય લોકોએ પોતાને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની શરૃઆત કરી દીધી છે.


ગુજરાતમાં કેટલીય બેઠકો પર પાટીદારો નિર્ણાયક મતદાતા છે. પરંતુ બન્ને ફાંટા વચ્ચે એકતાને અભાવે સરવાળે નિર્ણય કરવાની વાત આવે ત્યારે પાટીદારો ફાવતા નથી. આ પહેલા ખુદ કેશુભાઈ પટેલે રાજકીય ઝુંબેશ શરૃ કરી હતી અને તેમની પાર્ટી ઉંધા માથે પછડાઈ હતી. એ પછી વળી 2017માં પાટીદાર આગેવાનો સક્રિય થયા હતા અને નરેશ પટેલને મુખ્યમંત્રી બનાવવા સુધીની વાતો વહેતી થઈ હતી.


પરંતુ એ વાતોનું કોઈ નક્કર પરિણામ આવી શક્યું નથી. નક્કર પરિણામ માટે નક્કર એકતા જોઈએ. એ સમય હવે આવી પહોંચ્યો છે. આવતીકાલે મળી રહેલી લેઉવા-કડવાની મીટિંગ તેમાં નિર્ણાયક સાબિત થશે, જો તેઓ ભેદભાવ મુકીને આગળ વધવાનો નિર્ધાર કરશે તો.

May be an image of standing, outdoors and text that says "GSTV |F ૨૦રરની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર, આવતીકાલે કાગવડમાં મોટી બેઠક gstv.in"

જાણો આ બેઠકમાં કોણ ઉપસ્થિત રહેશે ?

  1. નરેશ પટેલ (ખોડલધામ)
  2. મથુર સવાણી (સુરત)
  3. લવજી બાદશાહ (સુરત)
  4. જયરામ પટેલ (સીદસર મંદિર)
  5. દિલીપ નેતા (ઉંજાં મંદિર)
  6. વાસુદેવ પટેલ (સોલા ઉમિયા મંદિર)
  7. રમેશ દૂધવાળા (સોલા ઉમિયા કેમ્પસ)
  8. આર.પી પટેલ (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન)
  9. ગગજી સુતરીયા (સરદાર ધામ)
  10. દિનેશ કુંભાણી ( ખોડલધામ ટ્રસ્ટી)

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તેજસ્વીને CM બનવામાં મદદ કરો, તમે દિલ્હી સંભાળો’, LJPમાં ભંગાણ બાદ ચિરાગને લોટરી લાગી, આ પાર્ટીઓએ કરી ઓફર

Dhruv Brahmbhatt

કોરોના કાળમાં સરકારની કામગીરીથી લોકો નારાજ, વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ આરંભી: શું થશે ફેરફાર!

pratik shah

જામનગર/ જર્જિરત ઇમારતોને નોટિસ આપવાનું નાટક, દર વર્ષે નોટિસ આપીને સંતોષ માને છે તંત્ર !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!