ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માથા પર છે ત્યારે પક્ષથી નારાજ નેતાઓ અને કાર્યકરો પોતાનો પક્ષ છોડી અન્ય પક્ષમાં પોતાનું ભવિષ્ય જોઈ રહ્યાં છે અને આથી જ પોતાનો પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે. આવું ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે થઇ રહ્યું છે. બંને પક્ષના નેતાઓ અને કાર્યકરો અરસપરસ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. ટી સાથે જ જે-તે સમાજમાં મહત્વની ભૂમિકા નીભવનારા લોકો પણ હવે રાજકારણમાં પ્રવેશ કરી રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે વેરાવળના તાલાળામાં પાટીદાર સમાજના વ્રજલાલ હંસરાજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વ્રજલાલ હંસરાજે ભાડજા સમાજના આગેવાનો સાથે જગમાલભાઈ વાળાના હસ્તે આપનો ખેસ પહેર્યો હતો. આ સાથે જ આગામી દિવસોમાં હજારો લોકોને આપમાં જોડવાનો સંકલ્પ પણ કર્યો. મહત્વનું છે કે તલાલા વિધાનસભામાં પાટીદારો નિર્ણાયક મતદારો છે, જેથી અન્ય પાર્ટીઓમાં ખળભળાટ મચી ગયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ