GSTV

જ્ઞાાતિવાદ /સૌરાષ્ટ્રમાં વધ્યો ‘પાટીદાર પાવર’, નવા મંત્રીમંડળમાં જૈન, બ્રાહ્મણ સહિત સવર્ણ અને અનુ.જાતિની ઉપેક્ષા

સૌરાષ્ટ્ર

Last Updated on September 17, 2021 by Bansari

સૌરાષ્ટ્ર ઝોનમાં અગાઉ મંત્રીમંડળમાં ૧૦ ધારાસભ્યોને મુખ્યમંત્રી તથા મંત્રીનું પદ અપાયું હતું ત્યારે આજે પુનર્ગઠિત થયેલા મંત્રીમંડળમાં આ દસે દસનું મંત્રીપદ લઈને સૌરાષ્ટ્રમાંથી ૭ નવોદિતોને મંત્રી પદ અપાયું છે. આ મંત્રીઓમાં બે નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે. મોરબીના બ્રીજેશ મેરજા એક કડવા પટેલ છે. જેઓ સચિવાલયમાં જ અગાઉ નોકરી કરતા, પછી કોંગ્રેસમાં જોડાયા, બાદમાં ભાજપમાં, ફરી કોંગ્રેસમાં આવી ફરી ભાજપમાં જોડાયા હતા. આમ,પક્ષપલ્ટો વારંવાર કર્યો છે પરંતુ, મંત્રી પદે નવા છે. તો જામનગરના રાઘવજી પટેલ અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા અને સિનિયર ધારાસભ્ય છે.

આહિર,બ્રાહ્મણ,જૈન વગેરે સંવર્ણ, અનુ. જાતિમાંથી કોઈ નહીં

સૌરાષ્ટ્રના ૭ નવોદિત મંત્રીઓમાં ૩ લેઉઆ પટેલ, ૨ કોળી, ૧ કડવા પટેલ અને ૧ ક્ષત્રિય છે. જ્યારે અગાઉ ૨ આહિર સમાજમાંથી આવેલા મંત્રીઓ હતા જે હવે એક પણ નથી. ઉપરાંત જૈન, બ્રાહ્મણ સહિત સવર્ણ કે અનુ.જાતિમાંથી કોઈને મંત્રીપદ મળ્યું નથી. પરંતુ, જ્ઞાાતિવાદની દ્રષ્ટિએ એકમાત્ર પાટીદારનું સંખ્યાબળ જ જળવાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુખ્યમંત્રી ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી કેન્દ્ર સરકારમાં બે કેબીનેટ મંત્રીઓ પણ પાટીદાર છે. મંત્રીમંડળમાં આજે જયેશ રાદડીયા સહિતના પડતા મુકાયેલા મંત્રીઓએ પક્ષે ઘણુ આપ્યું છે તેમ કહીને પોતે નારાજ નથી તેમ દર્શાવ્યું હતું.

Read Also

Related posts

મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ

Dhruv Brahmbhatt

હવે ખોટી રીતે અનાજ લેતા કાર્ડધારકોની ખેર નહીં, પુરવઠા વિભાગે RTO પાસેથી મંગાવ્યો ફોર વ્હીલર ધારકોનો ડેટા

Dhruv Brahmbhatt

જગતનો તાત ચિંતામાં: કમોસમી વરસાદે પરિસ્થિતિ કરી કફોડી, ખેડૂતો પર પડયા પર પાટુ જેવો ઘાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!