GSTV

નારાજ પાટીદારો સામે OBC વોટબેન્ક સરભર કરવા કવાયત : ભાજ૫ OBC નિગમ સક્રિય કરશે

Last Updated on May 4, 2018 by

2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારે પાટીદાર વોટબેન્ક સામે ઓબીસી વોટબેન્કને સરભર કરવા કવાયત શરૂ કરી છે. સરકાર હવે ઓબીસી નિગમને સક્રિય કરવા જઈ રહી છે. આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઓબિસી નિગમના અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં ઓબિસી નિગમના ચેરમેનને કાર આપવાની જોગવાઈને મંજૂરી અપાશે. તો સાથે જ નિગમમાં સ્ટાર ભરતીની પ્રક્રિયા પણ શરૂ થવાની છે. આજની બેઠકમાં ઓબિસી સમાજને કેન્દ્ર સરકારની યોજનાના વધારાના લાભ આપવા પર પણ યોજના બનાવવામાં આવશે. તો સાથે જ ઓબિસી સમાજ  રાજય અને કેન્દ્ર સરકારની કઈ યોજનાનો લાભ લઈ શકે તેનો પ્રચાર પણ આગામી દિવસોમાં સરકાર શરૂ કરવાની છે. ઓબીસી સમાજના યુવાનોને શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ સાહસિક યુવાનોને વધારાની આર્થિક મદદ અંગે પણ ચર્ચા થવાની છો. આ સિવાય સબસીડી આપવાની યોજના અને વ્યાજ માફી યોજનાને લઈને પણ ચર્ચા થશે.

Related posts

અજબ ગજબ / અધવચ્ચે રસ્તામાં જ પાયલોટે રોકી દીધી ટ્રેન, કહ્યુ ઉંઘ પુરી થશે પછી જ આગળ ચલાવીશ ટ્રેન

GSTV Web Desk

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!