GSTV
Home » News » પાટીદારો પર થયેલા પોલીસ દમનની તપાસ શરૂ : નિવેદન રજૂ કરવાની તારીખ નક્કી કરાઈ

પાટીદારો પર થયેલા પોલીસ દમનની તપાસ શરૂ : નિવેદન રજૂ કરવાની તારીખ નક્કી કરાઈ

આજથી અઢી વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલનની રાતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા પાટીદારો પર દમન કરાયું હતુ. જેના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આ મામલે વર્ષો સુધી હાથ પર હાથ ધરીને બેઠી રહેલી સરકારે પાટીદારો પર દમન ગુજારનારા પોલીસ કર્મચારીઓ સામે તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદારોના અનામત આંદોલનની રાતે પોલીસે પાટીદારો પર લાઠીચાર્જ કર્યો હતો. પાટીદારો પર દમન ગુજારનારા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ છતા સરકારે આશરે અઢી વર્ષ સુધી આંખ મિચામણા કર્યા અને હવે દમન ગુજારનારા પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરવાની જાહેરાત કરી છે. સરકારે કે.એ. પૂજ તપાસ પંચને કામગીરી સોંપી દીધી છે. કે.એ. પૂજ તપાસ પંચે ભોગ બનેલા પરિવારો અને સાક્ષીઓના નિવેદનો લેવાનું શરૂ કરી દીધું છે. ભોગ બનનાર પાટીદારોએ સોગંદનામા સાથે 25 મે સુધીમાં નિવેદનો રજૂ કરવાના રહેશે. ત્યારે હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી તપાસ પંચની રચના કરી છે. સરકારે નારાજ પાટીદારોને મનાવવા વધુ એક લોલીપોપ આપી છે.

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ આક્ષેપ કર્યો છે કે સરકાર પાટીદારોને ખુશ રાખવા તપાસનું તરકટ કરે છે. ભૂતકાળમાં સરકારે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોની  માંગ નહીં સંતોષી હોવાના કારણે 150ના બદલે માત્ર 99 બેઠકો પર ભાજપ જીત હાંસલ કરી શક્યું હતું. હવે જો લોકસભા ચૂંટણી પહેલા સરકાર પાટીદારોની માંગ નહીં સ્વીકારે તો તેને મોટું નુકસાન થઈ શકે છે.

GMDC ગ્રાઉન્ડમાં પોલીસ દમન બાદ રાજ્યભરમાં તોફાનો થયા હતા. અમદાવાદ. મહેસાણા. સુરત સહિશના શહેરોમાં પાટીદારોના ઘરમાં ઘુસી પોલીસે તોડફોડ અને મારઝૂડ કરી હોવાના આક્ષેપો થયા હતા. પોલીસની કાર્યવાહીમાં 10 જેટલા યુવાનોના મોત થયાનો પણ આરોપ લાગ્યો હતો. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે પાટીદારો સાથે બેઠકો કરી તપાસની બાંયધરી આપી હતી. પરંતુ તેનાય મહિનાઓ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ અને હવે લોકસભાની ચૂંટણીમાં પાટીદારોની નારાજગી વેઠવી ન પડે તે માટે તપાસ તેજ કરી પાટીદારોને રાજી રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે.

CRICKET.GSTV.IN

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!