GSTV
Home » News » પાટીદાર નેતા હાર્દિક પટેલને પૂંજ કમિશને ફટકારી નોટીસ, GMDC દમન મામલે જવાબ રજૂ કરવા આદેશ

પાટીદાર નેતા હાર્દિક પટેલને પૂંજ કમિશને ફટકારી નોટીસ, GMDC દમન મામલે જવાબ રજૂ કરવા આદેશ

પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલને પાટીદારો પર કથિત દમના મામલે પૂંજ કમિશને જવાબ રજૂ કરવા 16 સપ્ટેમ્બરે અચૂક હાજર રહેવા નોટીસ આપી છે. આ મામલો 25 ઓગસ્ટ 2015નો છે. આ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલનની જનસભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન મામલે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી.

જી.એમ.ડી.સી. મામલે તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા માટે તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. પૂંજ સમિતીએ હાર્દિક ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ચિરાગ પટેલ, કેતન પટેલ, સહિતના આગેવાનોને પણ નોટિસ મોકલી છે.

READ ALSO

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!