GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

LIVE : અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ વિશેની પળેપળની માહિતી એક જ ક્લિક પર

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને હાર્દિકને અમદાવાદથી ગાંધીનગર સુધી ક્યાંય મંજૂરી મળી નથી. ત્યારે તે પોતાના નિવાસ સ્થાન વૈષ્ણોદેવી સર્કલ નજીક ગ્રીનવુડ રિસોર્ટ પાસે છત્રપતિ શિવાજી નિવાસ ખાતે આજે ઉપવાસ શરૂ કરશે. જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

LIVE :

 • અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં હાજરી આપવા આવી રહેલા કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીની સુરત પોલીસે અટકાયત કરી
 • નિલેશ કુંભાઈ અમદાવાદ આવવા નિકળ્યો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતા પોલીસે નિલેષ કુંભાણીની અટકાયત કરી હતી. જે બાદ નિલેષને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો
 • સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારાના ધારાસભ્ય લલિત કગાથરા બે-બે લોકોને પોતાની ગાડીમાં બેસાડીને હાર્દિકના નિવાસ સ્થાને લઈ જઈ રહ્યા છે.
 • ઉપવાસ આંદોલનમાં લોકોને જતા રોકવા માટે ગ્રીનવુડ રિસોર્ટમાં પોલીસ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
 • ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસ દ્વારા ભીડ એકત્ર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
 • અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં હાજરી આપવા જઈ રહેલા હાર્દિકના સમર્થકોની પાલનપુરમાં  અટકાયત કરવામાં આવી છે
 • એલસીબીએ 19 જેટલા હાર્દિકના સમર્થકોની હાઈવે પરથી અટકાયત કરી છે. ત્યારે અટકાયત કરેલા તમામ સમર્થકોને પોલીસ હેડ ક્વાર્ટર લાવવામાં આવ્યા હતા
 • આજથી શરૂ થઈ રહેલા હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે. ત્યારે કોંગ્રેસને ધારાસભ્યો અમદાવાદ ખાતેના હાર્દિકના નિવાસ સ્થાને પહોંચ્યા.
 • અગાઉ કોંગ્રેસના 21 ધારાસભ્યો ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મળીને હાર્દિકના ઉપવાસ આંદોલન માટે જગ્યાની ફાળવણી કરવા રજૂઆત કરી ચુક્યા છે અને આજે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
 • હાર્દિક પટેલ તેના નિવાસસ્થાનેથી જ ઉપવાસ આંદોલન શરૂ કરવાનો છે
 • હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ છે.
 • ગતરાતથી વસ્ત્રાલ સહિતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી.
 • શહેરમાં ખાસ કરીને પાટીદારથી પ્રભાવિત ઘાટલોડિયા, રાણીપ, સોલા, પૂર્વ વિસ્તારમાં નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, નારોલ સહિતના વિસ્તારમાં પોલીસ સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે.
 • આ વિસ્તારના પ્લોટ અને જાહેર મેદાનો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 • મહેસાણા જિલ્લામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
 • મહેસાણા,બહુચરાજી,ઊંઝા,વિસનગર માં ચાંપતો પોલીસ બંદોબસ્ત
 • 900 પોલીસ કર્મી અને એક એસ આર પી કંપની મહેસાણા જિલ્લા માં તૈનાત
 • મહેસાણા માં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
 • મોઢેરા સર્કલ પાસે મહિલા પોલીસ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
 • કોઈ અનિચ્છનીય બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
 • ફાયર સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે હાર્દિક કોઈપણ ભોગે ઉપવાસ કરવા મક્કમ છે. પરંતુ મંજૂરી ન મળતા હાર્દિકની ગમે ત્યારે અટકાયત થઇ શકે છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તેના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મોટી સંખ્યામાં સમર્થકો હાર્દિકના ઘરે ઉમટી રહ્યાં છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને પોલીસ કમિશનરનું ચારથી વધારે ભેગા નહી થવાનું જાહેરનામું અમલી છે. જેથી અમદાવાદમાં પોલીસ અને પાટીદારો સાથે ઘર્ષણ થવાના એંધાણને પગલે પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. હાર્દિક પટેલ ઉપવાસ કરવા મકકમ હોવાથી પોલીસ દ્વારા શહેરમાં ચાંપતો બંદાબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, ઠક્કરનગર વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. તો સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં ત્રણ હજાર પોલીસ જવાનો ખડેપગે છે. તો શહેરના તમામ સીસીટીવી કેમેરાથી ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

 

Related posts

સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા

Zainul Ansari

સુરત / મનપા દ્વારા ભાજપના કાર્યકરોને પ્લોટની આડેધડ લ્હાણી, સત્તાપક્ષના કાર્યકરોએ જ ચઢાવી બાયો

Zainul Ansari

વડોદરા / મહેસુલ મંત્રીની તિરંગા યાત્રામાં અચાનક વાગ્યા કેજરીવાલના પ્રવચન, ભાજપના નેતાઓ શરમમાં મુકાયા

Zainul Ansari
GSTV