GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

પાટીદાર સમાજની સંસ્થાઅો અાજે ભરશે અા પગલું : અાંદોલન રોકવાનો છે છેલ્લો ચાન્સ

પાટીદાર સમાજની સંસ્થા અેસપીજીના લાલજી પટેલે સરકારને અાપેલું અલ્ટિમેટમ અાજે પૂર્ણ થઈ રહ્યું છે. સિદસરના જયરામ પટેલે લાલજી પટેલ પાસે ઉતાવળિયું પગલું ના ભરતાં 10 દિવસની મુદત માગી હતી. જે અાજે પૂર્ણ થાય છે. જેને પગલે અાગામી દિવસોમાં પાટીદારો અાંદોલનને અાગળ વધારે તે પહેલાં  પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો મુખ્યમંત્રી સાથે મીટિંગ કરીને પાટીદારોની મુખ્ય માગણીઓ તેમની સમક્ષ રજૂ કરશે.  15મી સપ્ટેમ્બરે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓના પ્રમુખોએ એસપીજીને વાયદો કર્યો હતો કે દસ દિવસમાં તેઓ મુખ્યમંત્રીને મળીને પાટીદારોની માગણીઓ રજૂ કરશે. જે અંગે મુખ્યમંત્રી સાથે તેઓ મીટિંગ કરે એવી સંભાવના છે. અેસપીજીઅે પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયાને મુક્ત કરવા ઉપરાંત ખેડૂતોને લાભ થાય, પાટીદારોને બંધારણીય રીતે અનામત મળે, પોલીસ દમનના કેસો પર વિચારણા થાય, શહીદ પાટીદારોના પરિવારના સભ્યોને નોકરી મળે વગેરે માગણીઅો કરી છે. આ માંગો સરકાર સુધી પ્રોપર ચેનલમાં પહોંચે અને સમાજને ન્યાય મળે તે માટે એસપીજીને સંસ્થાઓએ જણાવ્યું હતું કે, 10 દિવસ આપો, અમે સરકાર સુધી મુદ્દા પહોંચાડીને યોગ્ય ઉકેલ લાવીશું.

હાર્દિક પટેલ પણ થયો છે સક્રિય

પાટીદાર અનામતનું ભૂત ફરી ધૂણ્યું છે. અેસપીજીઅે સરકારને અાપેલું અલ્ટિમેટમ હવે પુરૂ થવા અાવ્યું છે. અેસપીજીના લાલજી પટેલ પણ પાટીદારોને અનામત અપાવવા માટે મેદાને અાવ્યા છે. હવે હાર્દિક પટેલ ફરી સક્રિય થયો છે.  હાર્દિક પટેલનું આંદોલન યથાવત રહ્યું છે. ગાંધી જયંતિથી હાર્દિકની પાસ સમગ્ર ગુજરાતમાં ફરી પ્રતિક ઉપવાસ પર ઉતરે તેવી સંભાવના છે.
2ઓક્ટોબરે મોરબીના બગથળા ગામે હાર્દિક પ્રતીક ઉપવાસ કરશે. હાર્દિક પોતાની ત્રણ જૂની માગ સાથે ફરી અાંદોલન કરે તેવી સંભાવના છે. હાર્દિકે પાટીદાર સમાજને અનામત, ખેડૂતોને દેવાં માફી અને અલ્પેશ કથિરિયાના જામીનને લઇને ઉપવાસ શરૂ કર્યા હતા. અા ત્રણમાંથી અેક પણ માગ સરકારે સ્વીકારી નથી. હવે અા મામલે ફરી ઉપવાસ શરૂ થાય તેવી સંભાવના છે.

 

 અાજથી કલેક્ટરને અાવેદન અપાશે

15મીઅે લાલજી પટેલે 10 દિવસમાં મુદ્દા નહીં ઉકેલાય તો કાર્યક્રમો યોજાશે. જોકે સાથે એમ પણ કહ્યું કે વડીલોનું માન રાખીને શાંતિ ન ડહોળાય તેવું કોઈ કામ નહીં કરીએ. એસપીજીએ ભાજપ કોંગ્રેસ બંને સામે આંગળી ચિંધી છે. એસપીજીએ  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે કોંગ્રેસ પાટીદારોને કેવીરીતે ન્યાય આપી શકશે તેની સ્પષ્ટતા કરે. જો તેમ નહીં થાય તો ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિરોધ કરીશું. હવે લાલજી પટેલની ચીમકીને 10 દિવસ પૂર્ણ થવા અાવ્યા છે. જેને પગલે પાટીદાર અનામત અાંદોલન અાગામી દિવસોમાં ફરી સરકારની ઊંધ હરામ કરે તેવી સંભાવના છે. અેસપીજીની ધમકીનું અલ્ટિમેટમ અાવતીકાલે પૂર્ણ થતું હોવાથી અાગામી દિવસોમાં અા બાબતે લાલજી પટેલ સક્રિયતા દાખવી શકે છે. સુરતમાં પણ અા બાબતે મીટિંગ થઈ હતી. પાટીદાર સમાજની 6 સંસ્થાઅો પણ હવે ધીમેધીમે પાટીદાર અનામત અાંદોલન બાબતે ફરી સક્રિય થઈ છે. સુ્પ્રીમ સુધી કેસ લડવા માટે નાણાં અાપવાની પણ તૈયારી દર્શાવી છે. અામ અાગામી સમય પાટીદાર સમાજ અને ભાજપ બંને માટે નિર્ણયક બનશે.  પાસ અને એસપીજી મંગળવારથી દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપશે. સુરતમાં પણ પાસ-એસપીજી કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માગણીઓ આ રીતે સરકાર સુધી પહોંચાડશે.

Related posts

કોરોના સામે યુદ્ધઃ IIT મદ્રાસે બનાવ્યું પોર્ટેબલ હોસ્પિટલ, ચાર કલાકમાં થઈ જાય છે તૈયાર

Mansi Patel

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું રસી અંગે આવશે સારા સમાચાર!

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!