ગુજરાતભરમાં ગત ઓગસ્ટ 2015 માં શરૂ થયેલા પાટીદાર આંદોલન (Patidar Andolan) ના સમયે શહેરના મોટા વરાછાના સાંઈ દર્શન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગામના આહીર ફળિયાના 15 થી 20 રહેવાસીઓ દ્વારા ઘાતક હથિયાર સાથે ઘુસી જઇ વાહનોની તોડફોડ કરવા ઉપરાંત રહીશો ઉપર હુમલો કરી વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઇજા પહોંચાડવાની ઘટનામાં જાન્યુઆરી મહિનામાં એટલે કે સવા ચાર વર્ષે કોર્ટના આદેશને પગલે નોંધાયેલા ગુનામાં અમરોલી પોલીસે એકની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. મૂળ અમરેલીના વતની અને હાલ મોટા વરાછા તળાવની બાજુમાં સાંઈ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મોહનભાઇ જીવરાજભાઈ હિરપરા નિવૃત જીવન ગાળે છે.
વર્ષ 2015માં રાજ્યભરમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનના અંતર્ગત તા. 26 ઓગષ્ટ 2015 ના રોજ બપોરે 12.40 કલાકે મોટા વરાછા આહીર ફળીયામાં રહેતા દિલીપ પેરીસ, મેગીલાલ કાનાભાઇ, ફુગ્ગો સહિત 15 થી 20 જણાના ટોળું ઘાતક હથિયારો સાથે એપાર્ટમેન્ટના પાકગમાં ઘુસી ગયું હતું. ટોળાએ વાહનો અને ફ્લેટના દરવાજા તથા બારીઓના કાચ તોડી ત્યાં હાજર મોહનભાઇ ઉપરાંત જનક દુલાભાઇ કોશીયા, ભાવેશ પટેસ બાબુ માણીયા સહિતને ગંભીર ઇજા અને અન્ય રહીશોને સામાન્ય ઇજા પહોંચાડી ભાગી ગયા હતા.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત રહીશોએ અમરોલી પોલીસ મથકમાં જે તે વખતે અરજી કરી હતી. પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાની દરકાર કરી ન્હોતી. જેથી ઇજાગ્રસ્તોએ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટએ ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. જેથી ગત જાન્યુઆરી મહિનાની તા. 10 ના રોજ અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ગત રાત્રે પોલીસે ટોળાની આગેવાની લેનાર દિલીપ ઉર્ફે પેરીસ શંકર પટેલની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો