GSTV

ચિમકી/ જલ્દીથી આ પ્રશ્નોનો ઉકેલ લાવો નહીં તો ફરી આંદોલન ધમધમશે, ભૂપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ

patidar-andolan

Last Updated on October 18, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં પાટીદાર આંદોલનકારીઓ ફરી એક વાર સક્રિય થયા છે. આંદોલનકારીઓ સરકારને ચિમકી આપી છેકે, અનામત આંદોલન મુદ્દે પાટીદારોના પ્રશ્નો નહી ઉકેલાય તો રાજ્યમાં ફરી આંદોલન ધમધમશે.  પાસના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.

bhupendra patel

પાટીદાર અનામત આંદોલન સમિતિએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી આ માંગ

પાટીદાર અનામત આંદોલન સમિતીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છેે કે, અનામત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાઓને સરકારી નોકરી આપવાનું વચન અપાયુ હતું જે સરકારે હજુ સુધી પાળ્યુ નથી. શહીદ પરિવારોના પરિવારજનોને નોકરી આપવામાં આવે. આ ઉપરાંત આંદોલન વખતે થયેલાં પોલીસકેસો તાકીદે પાછા ખેંચવામાં આવે.

પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રતિનીધીમંડળ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. તેમનું કહેવુ છેકે, હજુ સુધી અમને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઇ પ્રત્યુતર મળ્યો નથી. તા.31મી ઓક્ટોબર સુધી પાટીદારોના પ્રશ્ન ઉકેલવા સરકારને સમય આપ્યો છે. જો સરકાર પ્રશ્નો નહી ઉકેલે તો આગામી દિવસોમાં પાસની મિટીંગમાં આંદોલનના કાર્યક્રમ ઘડવા નિર્ણય લેવામાં આવશે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!