GSTV
Home » News » આશા પટેલે રાજીનામું આપતા પાટીદાર નેતાઓએ સલાહ આપતા કહ્યું કે ત્યાં ન જતા

આશા પટેલે રાજીનામું આપતા પાટીદાર નેતાઓએ સલાહ આપતા કહ્યું કે ત્યાં ન જતા

કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલના રાજીનામા મામલે અલ્પેશ ઠાકોરે દુર્ભાગ્ય પૂર્ણ ગણાવ્યું. અલ્પેશે કહ્યું કે પાર્ટીને કોઈ નુકસાનની વાત નથી. નારાજગી પાર્ટી સામે નહીં પણ કેટલીક નીતિરીતિ સામે છે. તો બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે કહ્યું કે અલ્પેશ જે નિર્ણય લેશે તેને સમર્થન આપીશું. પણ આશાબેને પાર્ટીમાં યોગ્ય રજૂઆત કરવાની જરૂર હતી.

એક સમયે પાટીદાર અગ્રણી અને કોંગી ધારાસભ્ય આશા બહેન પટેલના ધારાસભ્ય પદેથી રાજીનામાને લઈને પાટીદારો યુવા નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના મહિલા નેતા રેશ્મા પટેલે વણમાંગી સલાહ આપતા કહ્યું હતું કે, જો તમે ભાજપમાં જોડાવવા ઈચ્છતા હોવ તો રોકાઈ જજો. જો તમે માત્ર જી હજુરી કરવા માંગતા હોવ તો જ ભાજપમાં જોડાજો. તો વંદના પટેલે પ્રતિક્રિયા આપતા આશા પટેલના રાજીનામાને ભાજપની સોદાબાજી ગણાવી હતી.

પાટીદાર આંદોલનમાંથી મોટા થઇને રાજકીય લાભ ખાટનારાઓના મુદ્દે આશાબેનનું નામ લીધા વિના દિલિપ સાબવાના પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર યુવાનો લોહીની લડાઇ લડી રહ્યા છે. સમાજ માટે આંદોલન કર્યું જેનું અસ્તિવ ન હતું તેવા લોકોને એનો રાજકીય લાભ બીજા લોકોને મળ્યો. આવા લોકોને ઓળખીને જાગવાની જરૂર છે. રાજકીય રોટલો શેકાઇ ગયા પછી સમાજ સાથે ગદ્દારી કરતાં હોય તેવા લોકોને ઓળખવાની જરૂર છે. હજુ આવા બીજા બે ત્રણ લોકો છે.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!