GSTV
Home » News » આઈએસ મોડ્યુલના 10 શકમંદોના પટિયાલા હાઉસ કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર

આઈએસ મોડ્યુલના 10 શકમંદોના પટિયાલા હાઉસ કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર

દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે સુનાવણી કરતા એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા આઈએસના મોડ્યુલના દશ શકમંદોને બાર દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. તેની સાથે કોર્ટે ઝડપાયેલા દશમાંથી પાંચ શકમંદોના પરિવારજનોને કોર્ટમાં જ તેમની સાથે મુલાકાત કરવાની પણ મંજૂરી આપી હતી. બુધવારે દિલ્હી અને યુપીમાં દરોડાની કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારોને જપ્ત કરવામાં આવ્યા હતા.

એજન્સીનો દાવો છે કે આ આતંકી મોડ્યુલ દ્વારા દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ક્ષેત્રોમાં નેતાઓ અને સરકારી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો અને શ્રેણીબદ્ધ વિસ્ફોટની યોજના બનાવી હ્યા હતા. ચોંકાવનારી વાતો સામે આવી છે કે આતંકી મોડ્યુલના શકમંદોમાં એન્જિયનરથી લઈને સ્ટૂડન્ટ સુધીના લોકો સામેલ છે.

સૂત્રો મુજબ આ તમામ આતંકવાદીઓ 29 નવેમ્બરે અયોધ્યા ખાતેના રામજન્મભૂમિ પરિસર પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. આ ખુલાસો જાફરાબાદમાં ઝડપાયેલા આતંકવાદીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલી મોબાઈલ ચેટમાંથી થયો છે. આ તમામ આતંકવાદીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવે તે પહેલાં જ એમરિકાએ પાકિસ્તાનને આપી આ ચેતવણી

Mayur

ચંચૂપાતિયું ચીન : અન્ય દેશો માટે મોકળું મન પણ ભારતે મોકલેલા પ્લેનને નથી આપી રહ્યું ક્લિયરન્સ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!