શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો હતો. ત્યાર બાદ સેન્સરબોર્ડ ફિલ્મમાંથી કેટલાક સિન પર કાતર ફેરવતાં હવે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. અગાઉ ફિલ્મનો વિરોધ થવાના ડરે મલ્ટિપ્લેક્સ એસોસિએશનના આગેવાનોએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને મલ્ટીપ્લેક્સને નુકસાન ના થાય અને સુરક્ષા આપવા જણાવ્યું હતું. ત્યારે સરકાર તરફથી પણ ફિલ્મ રીલિઝ વખતે સુરક્ષાની વ્યવસ્થાની ખાતરી અપાઈ હતી. પરંતુ હવે ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે.

દેશમાં 25 સિંગલ સ્ક્રીન થિયેટરમાં દેખાડાશે
અમદાવાદ પોલીસે થિયેટરના માલિકોને પ્રોટેક્શનની બાંહેધરી આપી છે. તમામ થિયેટરોમાં પઠાણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ કાલે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની પહેલા જ દિવસે દેશમાં 1.71 લાખ ટિકિટ વેચાઈ ગઈ છે, એનો આંકડો આજ સવાર સુધીમાં 4.30 લાખની આસપાસ પહોંચી ગયો છે. મુંબઈમાં શાહરુખ ખાનના એક ચાહકે 25 જાન્યુઆરીના પહેલા જ શો માટે આખું થિયેટર બુક કરી લીધું છે. ‘પઠાણ’ની રિલીઝ દેશમાં 25 સિંગલ સ્ક્રીન થિયેટરમાં દેખાડાશે, જે કોરોનાકાળમાં બંધ થઈ ગયાં હતાં.
મલ્ટિપ્લેક્સ એસોશિએશને સરકારને પત્ર લખ્યો હતો
આવતીકાલે 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરને જબરદસ્ત રીસ્પોન્સ મળ્યો છે. પરંતુ ગુજરાતમાં થિયેટર સંચાલકો આ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેની મુંઝવણમાં છે. તાજેતરમાં જ મલ્ટિપ્લેક્સ એસોશિએશને સરકાર પાસે ફિલ્મ રિલીઝ અંગે પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે. થિયેટર એસોસિયેશને પત્રમાં કહ્યું કે, જો ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની હોય તો અમને સુરક્ષા આપવામાં આવે. ત્યારે સરકારે ખાતરી આપી હતી કે પુરતી સુરક્ષા સાથે ફિલ્મ રિલીઝ થશે.
READ ALSO
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર
- શા માટે જીતીને પણ ચિંતિત છે આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ કોણ પડી રહ્યું છે ભારે
- અદાણીના શેરમાં મોટા ઘટાડા બાદ પણ એલઆઇસીને થયો 26 હજાર કરોડનો નફો, વીમા કંપનીએ જ આપી માહિતી
- વિટામિન-બી12ની ઉણપને કારણે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, ભૂલથી પણ અવગણશો નહિ