અભિનેતા શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ અંગે ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વિશે ઘણી વસ્તુઓ બહાર આવી રહી છે. હવે શાહરુખ ખાનની ફી અંગે મોટી માહિતી બહાર આવી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાને નિર્માતાઓ સાથે સોદો કર્યો છે. તે ડીલ મુજબ કલાકાર ફિલ્મના નફામાં હિસ્સો લેશે.

શાહરુખને નફામા 45 ટકા હિસ્સો મળશે
શાહરુખને નફામાં 45 ટકા હિસ્સો મળશે. જો આ વાત સાચી થઈ જાય છે તો પછી ‘પઠાણ’માં શાહરુખની ફી ખૂબ વધારે હશે તે નક્કી છે. સરળ શબ્દોમાં કહીએ તો જો ફિલ્મ 100 કરોડની કમાણી કરે છે, તો શાહરૂખ તેમાંથી 45 કરોડ લેશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે વાયઆરએફ અને શાહરુખ ખાન વચ્ચે હંમેશાં આ પ્રકારનો સોદો થયો છે જ્યાં અભિનેતાઓ સીધા નફામાં જ હિસ્સો માગે છે. આ કિસ્સામાં પઠાણ દ્વારા પણ આ જ પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે.


શાહરુખનો વાયઆરએફ સાથે છે ખુબ સારો સંબંધ
શાહરુખનો વાયઆરએફ સાથે ખૂબ સારો સંબંધ છે, તેણે ઘણી મોટી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ કારણોસર શાહરુખ સીધા ‘પઠાણ’ના નફામાં ભાગ લે તે આશ્ચર્યજનક નથી. ‘પઠાણ’માં જ્હોન અબ્રાહમ અને દિપીકા પાદુકોણ પણ ભારે ફી લે છે. એક તરફ જ્હોન 20 કરોડ રૂપિયા લેશે તો દીપિકા પણ 15 કરોડ લેશે.
- RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલ દેવાનું લેવલ 14.8% સુધી જઈ શકે છે
- ભરૂચ/ જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં કોવિડના નિયમોના ઉડ્યા ધજાગરા
- 84 દિવસની વેલિડિટી સાથે મેળવી શકો છો 5GB ડેટા, આ ટેલિકોમ કંપની લોન્ચ કર્યો નવો પ્લાન
- કેન્દ્રનો આદેશ / 30 જાન્યુઆરી 11 વાગ્યે 2 મિનિટ માટે થંભી જશે દેશ, ઓફિસોથી લઈને રોડ પરના વાહનોના થંભી જશે પૈડાં
- ભારે પડ્યું / મેં અકેલી હું, કેસી લગ રહી હૂં, મુઝસે દોસ્તી કરના ચાહોંગે, મેં રાતે કો 11 બજે કોલ કરુંગી અને મેસેજના થયા ઢગલા