બોલિવૂડના ધમાકેદાર એક્ટર શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ આવતીકાલથી ફિલ્મી પરદા પર જોવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આવતીકાલે રિલિઝ થઈ રહી છે. જોકે રિલિઝ થાય તે પહેલા જ ફિલ્મે ઘણા રેકોર્ડો તોડી નાખ્યા છે. તાજેતરના અહેવાલોનું માનીએ તો ‘પઠાણ’ વિદેશમાં રિલિઝ થનારી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.

‘પઠાણ’ને મળ્યું વિદેશમાં 2500થી વધુ સ્ક્રીનિંગ
કહેવામાં આવી રહ્યું છે કે, યશરાજ ફિલ્મ્સના બેઠક હેઠળ બનેલી ફિલ્મ ‘પઠાણ’ને વિદેશમાં 2500થી વધુ સ્ક્રીનિંગ મળ્યું છે, જે અત્યાર સુધીમાં રિલિઝ થયેલી તમામ ભારતીય ફિલ્મો કરતા વધુ છે. અહેવાલો મુજબ ફિલ્મને 100થી વધુ દેશોમાં રિલિઝ કરવામાં આવી રહી છે.
એડવાન્સ બુકિંગ મામલે રેકોર્ડ
બીજી તરફ ફિલ્મે એડવાન્સ બુકિંગ મામલે પણ રેકોર્ડ તોડી રહી છે. ભારતમાં આ ફિલ્મે એસ.એસ.રાજામૌલી દ્વારા નિર્દેશીત કરાયેલી šબાહુબલી 2 : કન્ક્લૂજન’ને પણ પાછળ છોડી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે, ભારતમાં મંગળવાર સવાર સુધીમાં આ ફિલ્મનનું 8,05,915 ટિકિટોનું બુકિંગ થઈ ગયું છે. જો બાહુબલી 2ની વાત કરીએ તો આ ફિલ્મની 6.50 લાખ ટિકિટોનું બુકિંગ થયું હતું. ખાસ વાત એ છે કે, પઠાણની રિલિઝને માત્ર એક દિવસ બાકી છે અને આશા વ્યક્ત કરાઈ છે કે, ફિલ્મના એડવાન્સ બુકિંગનો આંકડો હજુ ઉપર જઈ શકે છે. આ ફિલ્મને તમિલ અને તુલુગુ ભાષામાં પણ ઘણો રિસ્પોન્સ મળી રહ્યો છે. કલેક્શનની વાત કરીએ તો અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મને એડવાન્સ બુકિંગથી થયેલી કમાણીમાં લગભગ 24 કરોડ રૂપિયાનો પાર કરી લીધો છે અને 25 કરોડના આંકડાની નજીક આવી ગઈ છે.
શાહરૂખની ફિલ્મ બાહુબલી 2ની ઓપનિંગનો તોડી શકે છે રેકોર્ડ
એવું મનાઈ રહ્યું છે કે, બોક્સ ઓફિસ પર ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ કરી શકે છે. ફિલ્મ વિકડેમાં રિલિઝ થઈ રહી છે, જે એક નૉન હોલિડે દિવસ છે. જોકે આ ફિલ્મને 5 દિવસનો વિકએન્ડ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ પ્રથમ દિવસે જ 40-50 કરોડની કમાણી કરી શકે છે જ્યારે તેનું વીકેન્ડ કલેક્શન 150-200 કરોડ રૂપિયાએ પહોંચવાની સંભાવના છે. બીજી તરફ બોક્સ ઓફિસ પર ફિલ્મ પઠાણ પ્રથમ દિવસે કમાણી મામલે બાહુબલી 2ના હિન્દી વર્જનનો રેકોર્ડ તોડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. બાહુબલી 2ની ઓપનિંગ લગભગ 41 કરોડ રૂપિયાથી શરૂ થઈ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો