આશાબેનને ભાજપમાં લાવવામાં નીતિનભાઈ પટેલ ભલે રહ્યા હોય સફળ પણ આમાં થયા નિષ્ફળ

ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના ૭૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વધુ ૩ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે. આ સાથે જ ૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન જ ૨૩૮ કેસ નોંધાયા

ગુજરાત રાજ્યની એપીડિમીક શાખા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે અમદાવાદ શહેરમાંથી ૨૫, વડોદરા શહેર, સાબરકાંઠામાંથી ૬-૬, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ગાંધીનગર જિલ્લામાંથી ૪-૪, ભાવનગર શહેર, વડોદરા, જામનગર શહેરમાંથી ૩-૩, ગાંધીનગર શહેર, ખેડા, પંચમહાલ, નવસારીમાંથી સ્વાઇન ફ્લુના ૧-૧ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન જ ૨૩૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ભાવનગર ખાતે ૧ અને બોટાદ ખાતે ૨ એમ ૩ વ્યક્તિએ આજે સ્વાઇન ફ્લુ સામે જીવ ગુમાવ્યો છે.

૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુના ૧૧૮૭ કેસ નોંધાઇ ચૂક્યા છે

આ સાથે જ ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુના ૧૧૮૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૬૭૮ વ્યક્તિએ સ્વાઇન ફ્લુને પરાસ્ત કર્યો છે જ્યારે ૪૫૫ વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. કુલ ૫૪ વ્યક્તિના સ્વાઇન ફ્લુની સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. ગુજરાતમાં ગત વર્ષે ૯૭ વ્યક્તિના સ્વાઇન  ફ્લુથી મૃત્યુ થયા હતા. જેની સરખામણીએ આ વર્ષના પ્રથમ ૩૯ દિવસમાં જ સ્વાઇન ફ્લુ સામે ૫૪ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ૨૦૧૨થી ૨૦૧૯ના વર્ષમાં ૧૪૦૫ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે.

ગરમીનો પ્રારંભ થવાની સાથે જ સ્વાઇન ફ્લુના કેસમાં ઘટાડો થતો જશે

જોકે, તબીબોના મતે ગરમીનો પ્રારંભ થવાની સાથે જ સ્વાઇન ફ્લુના કેસમાં ઘટાડો થતો જશે. આ વર્ષે સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા સ્થાને છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter