GSTV

પતંજલિનાં CEO આચાર્ય બાલકૃષ્ણની તબિયત ખરાબ, એમ્સ ઋષિકેશમાં કરાયા દાખલ

યોગ ગુરુ સ્વામી રામદેવના સહયોગી અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ ને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ છે. તેમણને ઋષિકેશ સ્થિત એઈમ્સમાં ખસેડાયા છે. તેમને પહેલા હરિદ્વાર પાસે ભૂમાનંદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં ડોક્ટરોએ તેમને ઋષિકેશમાં એઈમ્સમાં ખસેડવા સલાહ આપી હતી.

બાબા રામદેવના પ્રવક્તા એસ.કે.તિજારાવાલાએ કહ્યું કે આચાર્ય બાલકૃષ્ણની હાલત સ્થિર છે. શુક્રવારે પતંજલિ સંસ્થાના બહાદરાબાદમાં ફેસ-1માં ઓફિસનું રૂટિન કામ કરતા સમયે તેમણે હૃદયમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી.  કહેવાઈ રહ્યુ છેકે, તેઓ પતંજલિમાં જ હતા.

અચાનક તેમને બેહોશી થવા લાગી અને છાતીમાં દર્દની ફરિયાદ પણ હતી. તેમને બેભાન થતાં જોઈને પતંજલિના કાર્યકર્તાઓએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. યોગગુરૂ બાબા રામદેવ પણ તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે.

READ ALSO

Related posts

લોકડાઉન વચ્ચે બીજી પત્નીને મળવા પોલીસ પાસે માગી મંજૂરી, પોલીસે કહ્યું હમણા એકથી કામ ચલાવો

Pravin Makwana

વિપક્ષ પણ મોદીના સમર્થનમાં, લોકડાઉન વધારવાની ઉઠી માગ, 11 એપ્રિલે PM કરશે આ કામ

Mayur

લોકડાઉનમાં ટેક્સપેયર્સ માટે આવ્યા સારા સમાચાર, 14 લાખ લોકોને થશે ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!