GSTV

પેટ્રોલ, ડિઝલનું ટેન્શન છોડો, પતંજલિ હવે ઈલેક્ટ્રિક વ્હિકલ લઇને અાવી રહી છે

પતંજલિ આયર્વેદ હવે ઈલેક્ટ્રિક વ્હિકલ, સ્ટીલ અને મોબાઈલ ચીપના મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં ઝંપલાવવાની યોજના ધરાવે છે એવું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકિષ્ણએ જણાવ્યુ હતું. કંપની બાયઆઉટની શોધ કરી રહી છે ત્યારે કેટલાક સંયુક્ત સાહસ ભાગીદારી અને નાણાકીય સહાયની માગણી કરવામાં આવી રહી છે. કંપનીના મેેનેજિંગ ડિરેક્ટરને કંપનીના નામ વિષય પુછતા તેમણે અત્યારે કંપનીનો નામ આપવાનો ઈનકાર કર્યો છે. પતંજલિને હજી વૈવિધ્યકરણ અંગેનો નિર્ણય લેવાનો બાકી છે. પતંજલિ તેના ભાગીદારી સ્થાનિક કંપની સાથે જ કરશે.

સ્ટીલ, ઈલેક્ટ્રિક વ્હિકલ, એન્ટિ-રેડિયેશન મોબાઈલ ચીપ સહિતના તમામ ક્ષેત્રના ઉત્પાદકોએ પતંજલિનો સંપર્ક સાધ્યો છે. પરંતુ કંપની બધુ કરી શકે તેમ નથી. તેથી અત્યાર ફક્ત આ અંગે યોજના બનાવવામાં આવી રહી છે. દેશના લોકોને કોઈ પણ વસ્તુની જરૂર હશે તે વસ્તુ પતંજલિ ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરશે એવું આચાર્ય બાલકિષ્ણએ જણાવ્યુ છે. હરિદ્રાર સ્થિત કંપની સ્વદેશી મુવમેન્ટને મજબૂત કરવા સતત પ્રયત્ત્ન કરી રહી છે. એડવાન્સ એવીગેસ અને સોલાર ટેકનોલોજીને હસ્તગત કર્યા પછી સોલાર પાવર ઈક્વિપમેન્ટમાં પણ પતંજલિએ એન્ટ્રી લીધી છે.

દેશમાં ઓઈલ ઈમ્પોર્ટ ઘટાડવા અને નેશનલ ડેમોક્રેટિક એલાન્સના વ્યુહાત્મક લક્ષ્યને પુરો કરવા માટે ઈલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. ઈકોનોમિક સર્વે અનુસાર, દેશના સ્ટીલ સેક્ટરમાં રૂ.૧.ર૯ લાખ કરોડ જેટલાની રકમના કુલ ડિફોલ્ટરોની સામે કાર્યવાહી ટ્રિબ્યુશનમાં થઈ રહી છે. જે સ્ટીલ સેક્ટરના કુલ ઉત્પાદકોના અડધા એટલે કે ૪૪.રપ જેટલા થયા છે. તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૧ર ડિફોલ્ટિંગ કંપનીઓ સામે નાદારીની કાર્યવાહી ચાલુ કરી છે તેમાં ચાર સ્ટીલ ઉત્પાદક કંપનીઓ છે.

વર્ષમાં કંપનીએ રૂ.૧૦,પ૬૧ કરોડની આવક નોંધાવી

હાલ પતંજલિ આયુર્વેદની વૃદ્ધિની સાથે આવક પણ સારી થઈ રહી છે મહત્ત્વની વાત એ છે કે, ડિમોનેટાઈઝેશન અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પછી કંપની કોઈ પણ પ્રકારની અસર થઈ નથી. ૩૧ માર્ચ ર૦૧૭ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ.૧૦,પ૬૧ કરોડની આવક નોંધાવી હતી. હવે પતંજલિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આદિત્યા બિરલા ગૂ્રપની જેમ ક્લાસિક મલ્ટિ-ઈન્ડસ્ટ્રી બિઝનેસ હાઉસ બનવા માંગે છે. એફએમસીજી ક્ષેત્રે મજબૂત બ્રાન્ડ તરીકે સામે આવ્યા પછી હવે કંપની અન્ય બિઝનેસ ઉપર ફોક્સ કરવા જઈ રહી છે.

પતંજલિ એડિબલ ઓઈલ મેકર રૂચી સોયા ઈન્ડસ્ટ્રીને હસ્તગત કરવાની રેસામાં છે અત્યારે રૂચી સોયા સામે નાદારીની કાર્યવાહી થઈ રહી છે. પતંજલિએ રૂચી સોયા માટે રૂ.૪૦૦૦થી પ૦૦૦ કરોડની બોલી લગાવી છે. રૂચી સોયા પતંજલિના ઉત્પાદનમાં વધારો કરી શકે છે આ ઉપરાંત કંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે તેથી કંપની રૂચી સોયાને હસ્તગત કરવા માટે ઉત્સાહી જોવા મળી રહી છે.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!