GSTV

પાટણ: સુકીભઠ્ઠ સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવતા બે કાંઠે વહી નદી, ખેડૂતોમાં થશે મોટો ફાયદો

પાટણની સુકીભઠ સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવતા સરસ્વતી બે કાંઠે થઈ છે. આ ઉપરાંત સરસ્વતી જળાશય સંપૂર્ણ ભરાઈ ગયો છે. નવા નીર આવતા ખેતી માટે સિંચાઈનું પાણી અને ભૂગર્ભ જળ સંચય થતા પાણીના તળ ઊંચા આવશે.

ગુજરાતમાં આ વર્ષનું ચોમાસુ કંઈક અંશે રાહતરૂપ રહ્યું છે, ગુજરાતમાં 100 ટકા જેટલા વરસાદ સાથે ગુજરાતના આજુબાજુ રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ સફળ રહ્યું છે. તેમાંય મધ્ય પ્રદેશમાં પડેલ વરસાદને લઈ ઉપરવાસમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેનો સીધો લાભ ગુજરાતને મળ્યો અને ગુજરાતની જીવા દોરી સમાન નર્મદામાં નવા નીર આવતા સમગ્ર ગુજરાતને પાણી પૂરું પાડતી સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થતા વધારાના નીરને નર્મદાની મૅઈન કેનાલમાં છોડાયા છે.

જેના કારણે આ પાણીનો લાભ નર્મદાની મૅઈન કેનાલ સાથે બ્રાન્ચ તેમજ પેટા કેનાલોને પણ મળ્યો છે. જેથી પાટણ જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલના પાણી જિલ્લાની સરસ્વતી નદીમાં છોડાતા સરસ્વતિ નદી પુર્નજીવીત થઇ છે.
અંદાજે 300 ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડાતા સરસ્વતી નદીના નીરનો ફાયદો 23 જેટલા ગામોને થશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!