રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત છે. પાટણના રાધનપુરમાં આખલાની મારથી સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત નીપજ્યું છે. કુંભારવાસ વિસ્તારમાં આખલાએ 95 વર્ષના માજી રૂપાબેન શિવાભાઈ પ્રજાપતિ પર હુમલો કરતા ઘવાયા હતા. તેમને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન વૃદ્વાનું મોત નીપજ્યું છે.

નવસારીમાં સીએનજી પંપના કર્મચારીને માર્યો માર
નવસારીના ચીખલીમાં આવેલા એક સીએનજી પંપ પર ગેસ ભરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો છે. એક કાર લઈને કેટલાક યુવાનો આ પંપ પર સીએનજી પુરાવવા આવ્યાં હતા. આ દરમિયાન સુરક્ષાના કારણોસર પંપના કર્મચારીઓએ કારમાં બેસેલા યુવકોને કારની બહાર ઉતરવા કહ્યુ હતુ. જેથી કારમાં સુતેલા યુવાનોએ કારની બહાર નીકળીને ગાળાગાળી કરી તેમજ કર્મચારી સાથે મારામારી કરી. ચીખલી પોલીસે કારમાં સવાર યુવાન સામે ગુનો નોંધ્યો છે.
READ ASLO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર