GSTV
Gujarat Election 2022 Trending

ગુજરાત ચૂંટણી / પીએમ મોદીની સભામાં પાટણ લોકસભાના સાંસદની સૂચક ગેરહાજરી

મહિલા

ખેરાલુ વિધાનસભા બેઠક  વહીવટી દૃષ્ટિએ મહસાણા જિલ્લામાં આવે છે પરંતુ લોકસભા મતવિસ્તારની રીતે તેનો પાટણ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. સ્ટેજ ઉપર પ્રોટોકોલ પ્રમાણે પાટણના સાંસદની ખુરશી પણ ગોઠવવામાં આવી હતી. જોકે, પાટણના સંસદસભ્ય ભરત ડાભી વડાપ્રધાનની સભામાં હાજર રહ્યા ન હતા.  ખેરાલુ બેઠક ઉપર ભરત ડાભીના ભાઈ રામસિંહ ડાભીને ટિકિટ નહી આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે. તેથી ભાજપે રામસિંહ ડાભીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. તેવા સમયે પાટણના સાંસદની સૂચક ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.

વોટ

કોંગ્રેસના મોડલે ગુજરાતને તબાહ કર્યું અને દેશને બરબાદીને આરે લાવી મૂક્યો છે એવા પ્રહાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૨૭ વર્ષમાં થયેલાં ભાજપનાં કામોની યાદી તથા ભવિષ્યનાં આયોજનોનો ચિતાર આપી ભાજપની તરફેણમાં મતદાન કરવાની અપીલ મતદારોને મહેસાણા, દાહોદ, વડોદરા તથા ભાવનગર ખાતેની ચૂંટણી સભાઓમાં કરી હતી

Also Read

Related posts

બ્રાઝીલની 2 શાળાઓમાં ગોળીબાર: 3નાં મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત, મૃતકોમાં 2 શિક્ષક અને 1 વિદ્યાર્થી સામેલ

Kaushal Pancholi

રૂપલલના સાથે ફેરવેલ પાર્ટી, પાર્ટનરની પત્ની સાથે અફેર, આવા છે ફિફા વર્લ્ડ કપના સ્કેન્ડલ

Padma Patel

લોખંડી બંદોબસ્ત/ અમદાવાદમાં સ્થાનિક પોલીસના અધિકારીઓ સહિત SRPના જવાનો રહેશે ખડેપગે, 15 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત

pratikshah
GSTV