GSTV

હાર્દિકના ઉપવાસને આ ધારાસભ્યએ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યો, જાણો સમગ્ર મામલો

હાર્દિકનું ઉપવાસ અાંદોલન હવે ધીમેધીમે રંગ પકડી રહ્યું છે. અાઠમા દિવસે સ્થિતિઅો બદલાઈ ગઈ છે. અાજે હાર્દિકને પાટીદારોની સૌથી મોટી સંસ્થા અેસપીજીનો સપોર્ટ મળ્યો છે. અેસપીજી પ્રમુખ લાલજી પટેલે હાર્દિકના ઉપવાસ સ્થળની મુલાકાત લઇ સરકારને ચીમકી અાપી છે કે પાટીદારોને અનામત ન મળી તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સમાજ દેખાડી દેશે. અાંદોલનને હવે અેસપીજીનો ટેકો મળતાં પાટીદાર અનામત સમયના જૂના જોગીઅો પાસ અને અેસપીજી હવે ભેગા થઈ ગયા છે. અાજે હાર્દિકને મળવા માટે સિદસર, ખોડલઘામ અને ઉમિયાધામના પ્રતિનિધીઅો પણ અાવતાં મામલો હવે રૂપાણી સરકારની કાબૂમાં રહે તેવી સંભાવના અોછી છે. અા સ્થિતિમાં મોટા સમાચાર અે અાવ્યા છે કે પાટણના ધારાસભ્ય કીરિટ પટેલે જીનિવામાં માનવ અધિકાર પંચના દ્રાર ખખડાવ્યા છે. દેશમાં મોદી સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ન્યાય ન મળે તેવી સ્થિતિ લાગતાં અાંતરાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં અા મામલો પહોંચ્યો છે. હવે અા બાબત અમિતશાહના દરબારમાં પહોંચે તેવી સંભાવના છે. અેક જ દિવસમાં હાર્દિકના ઉપવાસનો રંગ બદલાઈ ગયો છે. અેક તબક્કે હાર્દિક ઉપવાસમાં થાકી જાય તેવો માહોલ હવે ચેન્જ થઈ ગયો છે.

હાઇકોર્ટમાં પણ થઈ છે ફરિયાદ

હાર્દિક પટેલના ઉપવાસ નો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાર્દિકના ઘરની બહાર લાગેલા પોલીસ પહેરાના મામલે હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. હાર્દિક ને તેના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિની ફરિયાદ કરાઈ છે.  હાર્દિકના ઘરે આવનજાવન કરનારા લોકોને કોઈપણ કારણ વગર ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની પણ અરજીમાં ફરિયાદ કરાઈ છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પહોંચવા નહીં દેવાતી હોવાની ફરિયાદ કરાઈ છે. અા બાબતે અર્જન્ટ હીયરિંગની માંગણી કરાઈ હતી.  હાર્દિકના ઉપવાસને પોલીસે કિલ્લેબંધીમાં ફેરવી દીધું છે. સતત વોચ રાખવા માટે સીસીટીવી સાથેની અેક વાન પણ મૂકાઈ છે. હાર્દિકના ઘરે કોણ અાવે છે તેની પર સતત વોચ રખાઈ રહી છે. પોલીસ હાર્દિકના ઘરે કોઇને જવા દેતી પણ નથી. અાજે હાર્દિકના સમર્થકોને જીવજંતુ કરડ્યા હતા. જેઅોને સારવાર માટે જવા દેવાને બદલે 108ને ત્યાં બોલાવી સારવાર કરાવાઈ હતી. હાર્દિક હાલમાં પોલીસની નજરકેદમાં છે તેવો માહોલ હોવાથી કોર્ટમાં અા મામલો પહોંચ્યો હતો. હાર્દિકે પોલીસની કાર્યવાહી સામે માનવ અધિકાર પંચમાં પણ ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટમાં અા બાબતે મુદત પડી છે.

ગુજરાત માનવ અધિકાર પંચમાં પણ રજૂઅાત

છેલ્લા ચાર દિવસથી અમરણાંત ઉપવાસ આંદોલન ચલાવનારા પાસ કન્વિનર હાર્દિક પટેલે માનવાધિકાર આયોગના દ્વાર ખટખટાવ્યા છે. તેમજ ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતુ હોવાના આરોપ લગાવ્યા છે. તો સાથે જ કાયદાનું શાસન સ્થપાય તે માટે રજૂઆત કરી છે. હાર્દિક પટેલે માનવાધિકાર પંચ સમક્ષ સાત મુદ્દા સાથે રજૂઆત કરી છે. જેમાં તેણે ઉપવાસ આંદોલનના ઉદેશ્યની રજૂઆત કરી. સરકાર સ્વતંત્રતા જોખમાય તેવા પ્રયાસ કરતી હોવાનો હાર્દિકે પત્રમાં આરોપ લગાવ્યો છે. આ સિવાય કાયદો અને વ્યવસ્થાની બાંયેધરી આપવા છતાં ભૂખ હડતાલ માટે સરકારે મંજૂરી આપી ન હોવાન પત્રમા ઉલ્લેખ કરાયો છે. ગઈકાલે આ તમામ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના ડેલીગેશને પણ ગાંધીનગરમાં માનવાધિકાર પંચ સમક્ષ રજૂઆત કરી હતી. જે અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી.

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!