GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ ભાજપ શાસિત પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી આમને સામને

ભાજપ શાસિત પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે. રેતીની 5 કરોડની વિકાસ ગ્રાન્ટ તેમજ આરોગ્ય વિભાગમાં નવી ભરતીને લઈને પંચાયતના પ્રમુખમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત પ્રમુખને પૂછયા વગર તેમના પીએ તેમજ 6 જેટલા કર્મચારીઓની આંતરિક બદલીના પ્રશ્ને ધુંવાપુંવા થયેલા પ્રમુખે આ અંગે રાજ્યના સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત ગાંધીનગરમા રજુઆત કરી છે અને જો કોઈ જવાબ નહીં મળે તો પ્રતીક ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચારી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પોતે વિકાસના કામો માટે સરકારી બાબુઓ સામે પડતા જિલ્લા પંચાયત સહિત રાજકીય વર્તુળોમા આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. તો સામે જિલ્લા વિકાસ અધિકારી ડીકે પારેખે જણાવ્યું કે, આ ગ્રાન્ટ માટે સ્થાનિક સમિતિઓ બનાવી ચર્ચા વિચારણા થઈ રહી હતી અને આ ગ્રાન્ટ વિકાસના કામોમાં યોગ્ય રીતે વપરાય તેમ કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત વહીવટી કામગીરી અંતર્ગત બદલીઓ કરવામા આવી હોવાનો પણ ખુલાસો કર્યો છે.

READ ALSO

Related posts

ફ્કત 1500 રૂપિયાની આ ડિવાઈસને જોઈને શું કોરોના વાયરસ ભાગે છે દૂર!

Mansi Patel

ગૌરવ : ડુંગળી બાદ કાપડ એક્સપ્રેસ, અમદાવાદથી સીધુ ટ્રેનમાં બાંગ્લાદેશ પહોંચશે ગુજરાતનું કાપડ અને કેમિકલ

Karan

રાજ્ય અને કેન્દ્ર સરકારને આ કારણે થશે 10 લાખ કરોડનું નુકસાન, આ કેન્દ્રીય મંત્રીએ કર્યો દાવો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!