GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ભારત વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં આ ઓસ્ટ્રેલિયન બોલરને લાગી રહ્યો છે ડર, પૂજારાને આઉટ કરવાની તરકીબ શોધવી પડશે

કોરોના બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડિસેમ્બરમાં ટેસ્ટ સિરીઝ રમાય તેવી શક્યતા છે. બંને વચ્ચે આ સિરીઝનો કાર્યક્રમ તો ઘણા સમયથી ગોઠવાઈ ગયો છે, પરંતુ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ પરના પ્રતિબંધને કારણે આ સિરીઝ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ભારતીય ટીમને આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા જવાનું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ આ સિરીઝ રમાય તેમ ઇચ્છે છે કેમ કે, તેનાથી તેનું આર્થિક નુકસાન ભરપાઈ થઈ શકે તેમ છે. તેઓ T-20 વર્લ્ડ કપ યોજાય તેના કરતાં ભારત સામેની સિરીઝ અંગે વધાર આશાવાદી છે. એવામાં ક્રિકેટરો પણ પોતાની રીતે રણનીતિ ઘડી રહ્યા છે.

ભારતે 2-1થી સિરીઝ જીતી લીધી હતી

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સને ભારતના મિ. વોલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાની કાબેલિયત અંગે જાણ છે. તેણે જણાવ્યું હતું કે અમારે પૂજારાને આઉટ કરવાનો અને ભારતની ઇનિંગ્સ સસ્તામાં સમેટી દેવાનો ઉપાય શોધવાનો છે. 2018-19માં પૂજારાએ શાનદાર બેટિંગ ફોર્મ દાખવ્યું હતું અને તેની બેટિંગના જોરે જ ભારતે 2-1થી સિરીઝ જીતી લીધી હતી. પૂજારાએ એ સિરીઝમાં 74.42ની સરેરાશથી 521 રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ સદીનો સમાવેશ થતો હતો.

પૂજારાએ રનનો ધોધ વરસાવ્યો

પેટ કમિન્સે જણાવ્યું કે, તે સિરીઝમાં પૂજારાએ રનનો ધોધ વરસાવ્યો હતો. તે એવો બેટ્સમેન છે જે ક્રિઝ પર સેટ થવા માટે સમય લે છે, પરંતુ જરાય દબાણમાં આવતો નથી. પૂજારાએ જે રીતે ગઈ વખતે બેટિંગ કરી હતી તેને રોકવા માટે અમારે ઉપાય શોધવા પડશે. જોકે, આ વખતે પરિસ્થિતિ અમારા પક્ષમાં રહેશે તેવી મને આશા છે, પરંતુ પૂજારાને આ વખતે કાંઇક અલગ કરવા માટે મજબૂર કરવો પડશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!