પાસવાન પુત્ર ચિરાગે PM મોદી અને અરૂણ જેટલીને લખ્યો પત્ર અને કહ્યું આપો જવાબ

લોકસભાની આગામી ચૂંટણી માટે બેઠક વહેંચણીને લઇને નારાજ લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પત્ર લખીને પીએમ મોદી અને નાણા પ્રધાન અરૂણ જેટલીને નોટબંધીના ફાયદાની જાણકારી માંગી છે. ચિરાગ પાસવાન એલજેપી સંસદીય બોર્ડના અધ્યક્ષ હોવાના કારણે કેન્દ્ર સરકારને લખવામાં આવેલા તેમના પત્રના રાજકીય કયાસો પણ લગાવાઇ રહ્યા છે. ચિરાગ પાસવાને પોતાના પત્રમાં માગણી કરી છે કે તેમને પોતાના વિસ્તારની જનતાને જણાવવું છે કે નોટબંધીથી ફાયદો અને નુકસાન શું થયું. આ ઉપરાંત ચિરાગે ખેડૂતોના મુદ્દે પણ વડાપ્રધાન મોદી અને કૃષિપ્રધાન રાધામોહન સિંહને પત્ર લખ્યો છે. અને સવાલ કર્યો છે કે કૃષિ સંકટના સમાધાન માટે ખેડૂત પંચની રચના અને ખેડૂતોના દેવા અંગે શું પગલા ભરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter